Sarala Gita In Gujarati

॥ Sarala Geetaa (Gujarati) Gujarati Lyrics ॥

॥ સરલ ગીતા (ગુજરાતી) ॥

સરલ ગીતા (ગુજરાતી)
શ્રી યોગેશ્વરજી
પ્રકાશક:
સર્વમંગલ ચેરીટેબલ ટ્રસ્ટ
સકલ એપાર્ટમેંટ્સ એક્સ-૩/૪
નારણપુરા, અમદાવાદ-૧૩
૧૯૯૦ આવૃત્તિ

A Note by the transliterator Suresh Vyas: At some places in this Gujarati Gita Suresh Vyas have made a few changes । Suresh Vyas have swapped or changed the words to make it more singable or to give correct meaning of the verse as given by Bhaktivedanta Swami Prabhupada । The original verse lines are shown in ( ) next to changed lines । If you like this, use it every day, and tell to others about it । Jai Sri Krishna!

ગીતાનું માહાત્મ્ય
પૃથ્વી કહે છે:
પ્રારબ્ધ તણો ભોગ જે જગમાં જન કરતા, ભક્તિ ઉત્તમ તે કહો કેમ કરી લભતા? ॥ ૧ ॥

વિષ્ણુ ભગવાન કહે છે:
પ્રારબ્ધ ભલે ભોગવે, ગીતારત પણ જે, સુખી મુક્ત તે થાયછે, લેપાયે ના તે । ॥ ૨ ॥

ગીતા ધ્યાન કર્યા થકી પાપ કદી ન અડે, પદ્મ જેમ જલમાં છતાં જલ એને ન અડે । ॥ ૩ ॥

ગીતા જ્યાં ને પાઠ જ્યાં ગીતાજીનો થાય, પ્રયાગ જેવા તીર્થ ત્યાં સર્વે ભેગા થાય । ॥ ૪ ॥

ગીતા-આશ્રય હું રહું, ગીતા ઘર મારું, ગીતાજ્ઞાન થકી જ હું ત્રિલોકને પાળું । ॥ ૫ ॥

કર્મ કરે કોઈ છતાં, જો ગીતા-અમલ કરે, જીવન મુક્ત તે થાય ને સર્વ પ્રકાર તરે । ॥ ૬ ॥

(કર્મ કરે કોઈ છતાં, ગીતા-અમલ કરે, જીવન મુક્ત તે થાય ને સર્વ પ્રકાર તરે । ॥ ૬ ॥)
ગીતાછે ત્યાં અન્ય કોઈ શાસ્ત્રોનું શું કામ, પ્રભુના મુખથી પ્રગટ છે ગીતા દિવ્ય તમામ । ॥ ૭ ॥

(ગીતાછે ત્યાં અન્ય છે શાસ્ત્રોનું શું કામ, પ્રભુના મુખથી પ્રગટ છે ગીતા દિવ્ય તમામ । ॥ ૭ ॥)
ભવસાગર છે ઘોર આ, તરવા માગે જે, ગીતારૂપી નાવનું શરણ લઈ લે તે । ॥ ૮ ॥

પવિત્ર ગીતા-ગ્રંથ આ, પ્રેમે જે પઢશે, પ્રભુને પામી શોક ને ભયથી તે છૂટશે । ॥ ૯ ॥

ગીતા પ્રેમે જે પઢે, પ્રાણાયમ કરે, પૂર્વજન્મ આ જન્મનાં તેનાં પાપ ટળે । ॥ ૧૦ ॥

સ્નાન કર્યાથી જાયછે મેલ દેહનો જેમ, ગીતા સ્નાને જાયછે માયાનો મલ તેમ । ॥ ૧૧ ॥

પ્રભુમુખમાંથી નીકળી ગીતા જે વાંચે, અન્ય શાસ્ત્રને તે ભલે વાંચે ના વાંચે । ॥ ૧૨ ॥

ગંગાજલ પીધા થકી અમૃતસ્વાદ મળે, ગીતાની ગંગા થકી બીજો જન્મ ટળે । ॥ ૧૩ ॥

ઉપનિષદની ગાયને ગોપાલે દોહી, અર્જુન વાછરડો, રહ્યું ગીતા દૂધ સોહી । ॥ ૧૪ ॥

ગીતા એક જ શાસ્ત્ર છે, કૃષ્ણ એક જ દેવ, મંત્ર તેમનું નામ ને કર્મ તેમની સેવ । ॥ ૧૫ ॥

ધ્યાન
પ્રભુએ પોતે પ્રેમથી કહી નિજ સખાને, વ્યાસ મહર્ષિએ કરી જેની રચનાને; ॥ ૧ ॥

અઢાર તે અધ્યાયની, અમૃતથી જ ભરી, ભવતારક ગીતા, તને યાદ રહ્યો છું કરી । ॥ ૨ ॥

કમલસમી સોહી રહી આંખ જેમની તે, વ્યાસ મહર્ષિ, હું નમું આજ ખૂબ પ્રીતે; ॥ ૩ ॥

તેલ મહાભારત તણું ભરી જલાવ્યો છે, જ્ઞાન દીવડો આ તમે દિવ્ય જગાવ્યો છે । ॥ ૪ ॥

શરણે આવે તેમને પારિજાત જેવા, જ્ઞાની કૃષ્ણ, નમન હજો ગીતા ગાનારા! ॥ ૫ ॥

વાસુદેવ, ચાણુર ને કંસ તણા હણનાર, જગદ્ગુરુ, તમને નમું, કૃષ્ણ, શાંતિ ધરનાર! ॥ ૬ ॥

મૂંગા બોલે, પંગુયે ચઢે પર્વતે તેમ, જેની કૃપા થતાં; નમું કૃષ્ણ, કરી દો રે॑મ । ॥ ૭ ॥

બ્રહ્મા, ઈંદ્ર, વરુણ ને દેવ સ્મરે જેને, દિવ્યગાનથી ગાય છે વેદ મહીં જેનેઃ ॥ ૮ ॥

ધ્યાન ધરી હૈયે જુએ યોગી જન જેને; જેને દેવ ન જાણતા, દેવ નમું તેને । ॥ ૯ ॥

–xxx–
સરલ ગીતા

અધ્યાય ૧: અર્જુનવિષાદયોગ
(દોહરા)
ધૃતરાષ્ટ્ર કહે છે:
કુરુક્શેત્રના તીર્થમાં મળિયા લડવા કાજ, કૌરવ પાંડવ તેમણે કર્યું શું કહો આજ । ॥ ૧ ॥

સંજય કહે છે:
જોઈ પાંડવસૈન્યને રાજા દુર્યોધન, દ્રોણ ગુરુ પાસે જઈ બોલ્યો એમ વચન । ॥ ૨ ॥

ગુરુદેવ, સેનાજુઓ પાંડવની ભારી, દ્રુપદપુત્ર તમ શિષ્યથી સજ્જ થઈ સારી । ॥ ૩ ॥

અર્જુન ભીમસમા ઘણા યોદ્ધા છે શૂરવીર, મહારથી યુયુધાન છે દ્રુપદ વિરાટ અધીર । ॥ ૪ ॥

પુરુજિત કુંતીભોજ છે શૈલ્ય શ્રેષ્ઠ ગુણવાન, ધૃષ્ટકેતુ ને ચેકિતાન કાશીરાજ બલવાન । ॥ ૫ ॥

યુધામન્યુ વિક્રાન્ત ને અભિમન્યુ રણવીર, ઉત્તમૌજ દ્રૌપદી-તનય સૌ મહારથી વીર । ॥ ૬ ॥

હવે આપણા સૈન્યના કહું શ્રેષ્ઠ જનને, દ્વિજશ્રેષ્ઠ હે, સાંભળો સંક્શેપ મહીં તે । ॥ ૭ ॥

તમે, ભીષ્મ ને કર્ણ છે સેનાપતિ કૃપ છે, અશ્વત્થામા વિકર્ણ નેસૌમદત્તિ પણ છે । ॥ ૮ ॥

બીજાએ બહુ વીર છે વિવિધ શસ્ત્રવાળા, યુદ્ધનિપુણ જીવન મને અર્પણ કરનારા । ॥ ૯ ॥

વિરાટ સેના આપણી રક્શા ભીષ્મ કરે, પાંડવસેના સ્વલ્પ છે, રક્શા ભીમ કરે । ॥ ૧૦ ॥

બધી તરફથી ભીષ્મની રક્શા સર્વ કરો, નિજ સ્થાને ઊભા રહી રક્શા સર્વ કરો । ॥ ૧૧ ॥

કુરુમાં વૃદ્ધ પિતામહે શંખ વગાડ્યો ત્યાં, સિંહનાદથી સૈન્યમાં હર્ષ છવાયો હા! ॥ ૧૨ ॥

પણવ શંખ આનક અને ભેરી ગોમુખ ત્યાં, સહસા વાગ્યાં ને થયો ઘોર શબ્દ રણમાં । ॥ ૧૩ ॥

સફેદ ઘોડે શોભતા મોટા રથવાળા, કૃષ્ણે અર્જુને શંખને દિવ્ય વગાડ્યા ત્યાં । ॥ ૧૪ ॥

પાંચજન્ય કૃષ્ણે અને દેવદત્ત અર્જુન, પૌંડ્ર વગાડ્યો શંખને ભીમે લાવી ધૂન । ॥ ૧૫ ॥

કુંતીપુત્ર યુધિષ્ઠિરે અનંત વિજય વળી, શંખ વગાડ્યો, શો રહ્યો શબ્દ બધેય ફરી । ॥ ૧૬ ॥

સુઘોશ મણિપુષ્પક ધ્વનિ નકુલ અને સહદેવ, તેમ ધ્વનિ કૈયે કર્યા શંખતણા સ્વયમેવ । ॥ ૧૭ ॥

કાશીરાજ વિરાટ ને દ્રુપદ દ્રૌપદી બાલ, ધૃષ્ટદ્યુમ્ન અભિમન્યુએ ધર્યા ધ્વનિથી તાલ । ॥ ૧૮ ॥

ખળભળાવતા આભ ને ધરતીને સ્વર એ, જાણે ઉર કૌરવ તણા ચીરી પૃથક્ કરે । ॥ ૧૯ ॥

કૌરવની લડવા ઉભી સેનાને જોઈ, ધનુષ ઉઠાવીને રહ્યો અર્જુન ત્યાં બોલી । ॥ ૨૦ ॥

ૠષિકેશ અચ્યુત હે, રથ મારો રાખો, બન્ને સેના મધ્યમાં રથ મારો રાખો । ॥ ૨૧ ॥

લડવા ઉભા સર્વને લઉં જરા જોઈ, લડવા લાયક કોણ છે લઉં જરા જોઈ । ॥ ૨૨ ॥

દુર્યોધન-હિત ચાહતા લડવા કાજ મળ્યા, કોણ કોણ રણમાં મળ્યા જોઉં આજ જરા । ॥ ૨૩ ॥

સંજય કહે છે:
અર્જુનના વચનો સુણી શ્રીકૃષ્ણે જલદી, બન્ને સેના મધ્યમાં રથ રાખ્યો પકડી । ॥ ૨૪ ॥

ભીષ્મ દ્રોણ જેવા ઘણા રાજા જેમા છે, જો કૌરવ સેના ઉભી પાર્થ, બરાબર તે । ॥ ૨૫ ॥

પિતા પિતામહ ને ગુરુ મામા ને ભાઈ, પુત્ર પૌત્ર મિત્રો વળી સ્નેહી હિતકારી । ॥ ૨૬ ॥

એવા જોઈ સ્વજનને કરૂણતા ધારી, બોલ્યો અર્જુન શોકથી ખિન્ન થઈ વાણી । ॥ ૨૭ ॥

સસરા તેમજ સ્વજનને રણમાંહી જોઈ, દ્રવે નહીં એવો હશે કઠોર જન કોઈ! ॥ ૨૮ ॥

અંગ શિથિલ મારું થતું, વદન સુકાઈ જાય, શરીર કંપે, શોકથી રોમાંચ મને થાય । ॥ ૨૯ ॥

ધનુષ હાથથી સરકતું, દાહ ત્વચામાં થાય, ચિત્ત ભમે, મારા થકી નાજ ઉભા રહેવાય । ॥ ૩૦ ॥

લક્શ્ણ દેખાયે મને અમંગલ બધાં યે, સ્વજનોને માર્યે નહીં મંગલ કૈં થાયે । ॥ ૩૧ ॥

વિજય રાજ્ય સુખ ના ચહું, કૃષ્ણ ખરેખર હું, રાજ્ય ભોગ જીવન મળે અનન્ત તોયે શું! ॥ ૩૨ ॥

જેને માટે રાજ્ય ને વૈભવ સુખ ચહિયે, પ્રાણ તજી રણમાં ઉભા સુખને છોડી તે । ॥ ૩૩ ॥

પિતૃ તેમ આચર્ય ને પુત્ર પિતામહ આ, સસરા મામા પૌત્ર ને સંબંધી સઘળા । ॥ ૩૪ ॥

ત્રિલોક કાજે તે હણે, હણું ન તોયે હું, પૃથ્વી માટે તો પછી હણું તેમને શું? ॥ ૩૫ ॥

કૌરવને માર્યા થકી મંગલ શું મળશે? આતતાયીને મારતાં અમને પાપ થશે । ॥ ૩૬ ॥

બંધુજનોને મારવા છાજે ના અમને, સ્વજનોને માર્યે મળે મંગલ શું અમને! ॥ ૩૭ ॥

લોભ થકી નાસી ગઈ બુદ્ધિ કૌરવની, મિત્ર દ્રોહ કુલનાશનું દેખે પાપ નહીં । ॥ ૩૮ ॥

પરંતુ કુલના નાશનો દોશ દૂર કરવા, અમે ચહીએ કેમ ના જાણ છતાં તરવા । ॥ ૩૯ ॥

કુલના નાશે થાયછે કુલધર્મોનો નાશ, ધર્મ જતાં કુલ ક્યાં રહ્યું, અધર્મ વ્યાપે ખાશ । ॥ ૪૦ ॥
કુલની સ્ત્રીમાં આવતો અધર્મથી તો દોશ, સંકર સંતાનો તેથી થયે દોશ । ॥ ૪૧ ॥

(કુલની સ્ત્રીમાં આવતો અધર્મથી તો દોશ, સંકર સંતાનો તેથી થયે કોશ । ॥ ૪૧ ॥)
સંકર સંતાનો થકી કુલ તો નરકે જાય, શ્રાદ્ધ થાય ના પિતૃનું પતન તેમનું થાય । ॥ ૪૨ ॥

કુલિન સંકર લોકના દોષોથી નાસે, જાતિકુલતણા ધર્મ ને દુઃખ સદા વાસે । ॥ ૪૩ ॥

ધર્મભ્રષ્ટનો નરકમાં સદા થાયછે વાસ, એમ સાંભળ્યું છે અમે ઉત્તમ જનથી ખાસ । ॥ ૪૪ ॥

મળ્યા રાજ્યાના લોભથી સ્વજનોને હણવા, પાપ કર્મ તે તો ખરે મળ્યા અમે કરવા । ॥ ૪૫ ॥

તેથી તો છે શ્રેષ્ઠ કે કરું સામનો ના, શસ્ત્ર વિનાનો છો હણે મુજને કૌરવ આઅ । ॥ ૪૬ ॥

એમ કહી બેસી ગયો રથમાં પર્થ પ્રવીણ, ધનુષ બાણ મૂકી દઈ થઈ શોકમાં લીન । ॥ ૪૭ ॥

અધ્યાય ૨: સાંખ્યયોગ
સંજય કહે છે:
આઅંસુ આંખોમાં ને વળી હૃદયમાં લઈ શોક, બેસિ ગયો અર્જુન ત્યાં કહી યુદ્ધને ફોક ।
(આઅંસુ આંખમાં ને વળી હૃદયમાં લઈ શોક, ઉભો રહ્યો અર્જુન ત્યાં કહી યુદ્ધને ફોક । )
કૃષ્ણે એ અર્જુનને દીધી શીખ અપાર, શીખામણ તે છે ખરે ગીતાજીનો સાર । ॥ ૧ ॥

અરે યુદ્ધમાં આ તને થયો કેમ છે શોક, માન કીર્તી ના આપતાં નીંદશે તને લોક । ॥ ૨ ॥

કાયરતાને છોડ ને ઊભો થા લડવા, તને છાજતું આ નથી ઊભો થા લડવા । ॥ ૩ ॥

અર્જુન કહે છે:
કેમ કરીને કૃષ્ણ આ યુદ્ધ મહીં લડવું, કહો ભીષ્મ ને દ્રોણની સાથે શેં લડવું? ॥ ૪ ॥

પૂજનીય છે એ બધા, વેર કેમ કરવું, એથી તો ઉત્તમ ખરે ભિક્ક્ષુ બની મરવું । ॥ ૫ ॥

લોહીભીના હાથથી રાજ્ય ભોગવું આ, એ ઇચ્છા મારી નથી, સત્ય કહું છું હા! ॥ ૬ ॥

કોનો વિજય થશે અમે જાણીએ ના તે, જેના વિના મરણ ભલું લડવા ઊભા તે । ॥ ૭ ॥

મારું મન મૂંઝાયલું કરી શકે ના વિવેક, શિક્શા દો સાચી મને, તૂટે ન મારી ટેક । ॥ ૮ ॥

(મારું મન મૂંઝાયલું કરી શકે ના વિવેક, શિક્શા દો સાચી મને, તૂટે ન મારો ટેક । ॥ ૮ ॥)
શરણે આવ્યો આજ હું, ઉત્તમ શિક્ષા દો; લડવાની ઇચ્છા નથી, ભલે ગમે તે હો । ॥ ૯ ॥

સ્વર્ગતણું યે રાજ્ય જો પૃથ્વી સાથ મળે, દિલ હણનારો શોક ના મારો તોય ટળે । ॥ ૧૦ ॥

સંજય કહે છે:
એમ કહી કૃષ્ણને મહાવીર અર્જુન, નહીં લડું એવું કહી ઊભો ધારી મૌન । ॥ ॥

કૃષ્ણે અર્જુનને કહ્યું કરતાં સ્મિત જરી, સાચે મિથ્યા વાતનો શોક રહ્યો તું કરી । ॥ ૧૦ ॥

શ્રી ભગવાન કહે છે:
પંડિતના જેવું વદે ને વળી શોક કરે, પંડિત જીવન મરણનો શોક કદી ન કરે । ॥ ॥

(પંડિતના જેવું વદે પરંતુ શોક કરે, પંડિત જીવન મરણનો શોક કદી ન કરે । ॥ ॥)
હું ને તું આ રાજવી હતા પહેલાં ના, ભવિષ્યમાં પણ ના હશે એમ માનતો ના । ॥ ॥

બાલ જુવાન બને બધાં થાય વૃદ્ધ પણ તેમ, મરવું સૌને છે ખરે, દુઃખી થવું તો કેમ! ॥ ॥

ટાઢ તાપ સુખ-દુઃખને દેનારા વિષયો, ચલાયમાન અનિત્ય છે, તે સહુ ભારત ઓ! ॥ ॥

વિષય તેમ સુખદુઃખથી વ્યથા ન જેને થાય, ધીર પુરુષ તે છેવટે અમૃતપદમાં ન્હાય । ॥ ૧૫ ॥

અસત્ય અમર કદી નથી, નથી સત્યનો નાશ, તત્વવાન એવી ધરે શીક્ષા તેની ખાસ । ॥ ॥

જે વ્યાપક સર્વત્ર છે તે અવિનાશી જાણ, અવિનાશીનો નાશ ના થાય કદી તે માન । ॥ ॥

આત્માનો ના નાશ છે, થાય દેહનો નાશ, એમ સમજ તો ના રહે શોકતણો અવકાશ । ॥ ॥

હણેલ કે હણનાર જે આત્માને માને, આત્મા ના મારે મરે, તે જન ના જાણે । ॥ ॥

આત્મા ના જન્મે મરે, હણે નહીં ન હણાય, નિત્ય સનાતન છે કહ્યો, અનાદિ તેમ સદાય । ॥ ॥

અવિનાશી અજ નિત્ય જે આત્માને જાણે, તે કોને મારી શકે મરાયલાં માને? ॥ ૨૧ ॥

જૂના વસ્ત્ર તજી ધરે નવીન વશ્ત્રો લોક, આત્મા ધરે દેહ તેમ નવો ના કર શોક । ॥ ॥

(જૂના વસ્ત્ર તજી ધરે નવીન વશ્ત્રો લોક, તેમ દેહ ધારે નનો આત્મા, ના કર શોક । ॥ ॥)
શસ્ત્રોથી છેદાય ના, અગ્નિથી ન બળે, સૂકાયે ના વાયુથી, જલથી ના પલળે । ॥ ॥

ના છેદાયે ના બળે ના ભીંજાય ન સુકાય, સર્વવ્યાપક નિત્ય છે, આત્મા રહે સદાય । ॥ ૨૪ ॥

અવિકારી અવ્યક્ત ને અચિન્ત્ય છે તે તો, એવું જાણી ના ઘટે શોક કદી કરવો । ॥ ૨૫ ॥

જન્મ મરણ આત્માતણાં અથવા તો તું માન, તો પણ કરવો શોકના ઘટે તને તે જાણ । ॥ ॥

જન્મે તે મરતું સદા, મરેલ જન્મે તેમ, તેવો જગતનો નિયમ છે, શોક થાય તો કેમ? // ॥

વ્યક્ત મધ્યમાં થાય છે, આદિ અંત અવ્યક્ત, જીવ બધા; શાને પછી થાય શોકમાં રક્ત? ॥ ॥

અચરજ પામીને જુએ કોઈ આત્માને, અચરજથી બોલે સુણે કોઈ આત્માને; ॥ ॥

શ્રોતા વક્તા સર્વ તે હજારમાંથી કો॑ક, જાણી શકતા આત્મને કરોડમાંથી કો॑ક । ॥ ૨૯ ॥

શરીરમાં આત્મા રહ્યો તે ન કદી મરાય, તેથી કોઈ જીવનો શોક કરી ન શકાય । ॥ ૩૦ ॥

તારો ધર્મ વિચાર તો, શોક દૂર આ થાય, ધર્મયુદ્ધને કાજ છે ક્ષત્રિયોની કાય । ॥ ॥

સ્વર્ગ દ્વાર છે યુદ્ધ આ અનાયાસ આવ્યું; સુખી હોય ક્ષત્રિય તે યુદ્ધ લભે આવું । ॥ ॥

કરીશ ના તું યુદ્ધ તો ધર્મ ખરે ચુકશે, કલંક કાયરતાતણુ લોકોયે મુકશે । ॥ ॥

અપયશ કરતાં મોત છે ખરે કહ્યું સારું, અપયશમાં જીવ્યે નહીં ભલું થાય તારું । ॥ ॥

ભયથી તું નાસી ગયો, એમ કહેશે વીર, કૈં કૈં લોક ચલાવશે વચનોના પણ તીર । ॥ ૩૬ ॥

માન તેને જે આપતા તુચ્છજ ગણશે તે, નિંદા કરશે શક્તિની, દુઃખ ખરેખર એ । ॥ ॥

મરશે તો તું પામશે સ્વર્ગતણો આનંદ, રાજ્ય પામશે જીતતાં, લડ તો તું સાનંદ । ॥ ॥

લાભહાનિ સુખદુઃખ હો, જીત મળે કે હાર, સરખાં તેને માન ને લડવા થા તૈયાર । ॥ ॥

કર્તવ્ય ગણી યુદ્ધ આ ખરે લડી લે તું, પાપ તને ના લાગશે, સત્ય કહું છું હું । ॥ ॥

જ્ઞાન કહ્યું આ તો, હવે દઉં યોગ ઉપદેશ, તી જાણી તોડશે કર્મબંધ ને ક્લેશ । ॥ ॥

જન્માંતરમાં નાશ ના યોગબુદ્ધિનો થાય, સ્વલ્પ ધર્મ-આચારથી ભયને પાર કરાય । ॥ ૪૦ ॥

યોગવૃત્તિ તો હોય છે એક લક્ષ વાળી, યોગહીન બુદ્દિ ગણાં હોય ધ્યેયવાળી । ॥ ॥

વેદવાદમાં રત થયા કામી ચંચળ લોક, જન્મ મરણ ફલ આપતાં કર્મ કરેછે કો॑ક । । ॥

સ્વર્ગ ચાહતા તે સદા મધુર વદે છે વાણ, ભોગ વાસનાથી ગણે ઉત્તમ કૈં ના આન । ॥ ॥

ભોગમહીં ડૂબી ગયું ચંચલ મન જેનું, સમાધિમાં જોડાય ના મન કદિયે તેનું । ॥ ॥

ત્રિગુણાત્મક છે વેદ તો, ગુણાતીત તું થા, દ્વન્દરહિતને શુદ્ધ ને જ્ઞાની યોગી થા । ॥ ૪૫ ॥

કુવાતણો જે હેતુ તે સરોવરમાંહિ સરે, તેમ વેદનો મર્મ સૌ જ્ઞાનમાંહિ મળે । ॥ ॥

કર્મ કરી લે, કર નહીં ફળની ચિન્તા તું, કર્મ છોડજે ના કદી, શિક્ષા આપું હું । ॥ ॥

સંગ તજી મન યોગમાં જોડી કર્મ કરાય, ફલમાં સમતા રાખ તો, સમતાયોગ ગણાય । ॥ ॥

જ્ઞાન વિનાનું કર્મ ના ઉત્તમ છે તેથી, જ્ઞાની બન, ફલ ચાહતા કૃપણ કહ્યા તેથી । ॥ ॥

પાપપુણ્યથી પર રહે જ્ઞાની યોગી તો, યોગી થા તું, કર્મમાં કૌશલ યોગ કહ્યો । ॥ ૫૦ ॥

જ્ઞાની કર્મોના ફલે મમતા ના રાખે, જન્મબંધનથી છૂટતાં અમૃતરસ ચાખે । ॥ ॥

જ્ઞાનથકી તું મોહને તરી જશે જ્યારે, બાહ્યજ્ઞાન ને ભોગની વિરતિ થશે ત્યારે । ॥ ॥

બહુ સુણવાથી ચે થઈ ચંચલ બુદ્ધિ તે, અચલ સમાધિ મહીં જશે, ત્યારે યોગ થશે । ॥ ॥

અર્જુન કહે છે:
સ્થિર બુદ્ધિ છે જેમની, સમાધિ પામ્યા જે, કેમ રહે તે ને વદે, શે ઓળખાય તે? ॥ ॥

શ્રી ભગવાન કહે છે:
છોડે સઘળી કામના મનમાં ઉઠતી જે, આત્મનંદે મગ્ન છે સ્થિતપ્રજ્ઞ કહ્યા તે । ॥ ૫૫ ॥

દુઃખ પડે તો શોક ના, સુખની ના તૃષ્ણા, રાગ ક્રોધ ભય છે ગયા, તે મુનિ સ્થિત મનના । ॥ ॥

સારું માઠું પામતાં ચંચલ જે ના થાય, ન શોક કરે કે ના હસે, જ્ઞાની તે જ ગણાય । ॥ ॥

જેમ કાચબો અંગને સંકોચી લે છે, ઇંદ્રિયોને વિષયથી જ્ઞાની સંકેલે । ॥ ॥

વિષયો જે ના ભોગવે તેના વિષય છુટે, રહ્યો સહ્યો પણ સ્વાદ તો પ્રભુ પામ્યે જ છુટે । ॥ ॥

યત્ન કરે જ્ઞાની છતાં ઇંદ્રિયો બલવાન, મનને ખેંચી જાય છે વિષયોમાં તે જાણ । ॥ ૬૦ ॥

તેના પર સંયમ કરી મત્પર જે જન થાય, ઇંદ્રિયો વશમાં કરે જ્ઞાની તે જે ગણાય । ॥ ॥

ધ્યાન ધર્યાથી વિષયનું સંગ છેવટે થાય, કામ સંગથી ક્રોધ કામથી તે પછીથી થાય । ॥ ॥

(ધ્યાન ધર્યાથી વિષયનું સંગ છેવટે થાય, કામ સંગથી ક્રોધ કામથી પછીથી થાય । ॥ ॥)
ક્રોધ થકી સંમોહ ને વિવેકનો પણ નાશ, અંતે બુદ્ધિનાશ ને તેથી થાય વિનાશ । ॥ ॥

રાગદ્વેશને છોડતાં વિષયો સેવે જે, સંયમને સાધી સદા પ્રસાદ પામે તે । ॥ ॥

તે પ્રસન્નતાથી થતો સર્વ દુઃખનો નાશ, પ્રસન્નતાથી થાય છે મનમાં સ્થિરતા-વાસ । ॥ ॥

ચંચલને બુદ્ધિ નથી, નથી ભાવના તેમ, ભાવના વિના શાંતિ ના, અશાંતને સુખ કેમ? ॥ ॥

ઇંદ્રિયોની સાથમાં મા પણ જો જાયે, નાવ વાયુથી તેમ તો બુદ્ધિ હરણ થાયે । ॥ ॥

તેથી જેણે ઇંદ્રિયો વિષયોથી વાળી, તેની બુદ્ધિ થાય છે સ્થિરતા-સુખવાળી । ॥ ॥

વિશયોમાં ઊંઘે બધાં, યોગી વિષય-ઉદાસ, પ્રભુ પ્રકાશથી દૂર સૌ, યોગી પ્રભુની પાસ । ॥ ॥

સમુદ્ર પાણીથી બને જેમ કદી ન અશાંત, તેમ કામનાથી રહે નિર્વિકાર ને શાંત । ॥ ॥

તે જ શાંતિને મેળવે તૃષ્ણા ના જેને, અહંકાર મમતા તજે, શાંતિ મળે તેને । ॥ ૭૧ ॥

બ્રાહ્મી સ્થિતિ આ મેળવી મોહિત ના કદી થાય, મરણ સમે તેમાં રહ્યે મુક્તિ મારગ જાય । ॥ ૭૨ ॥

અધ્યાય ૩: કર્મયોગ
અર્જુન કહે છે:
કર્મથકી જો શ્રેષ્ઠ હો પ્રભો, ખરેખર જ્ઞાન, યુદ્ધકર્મમાં કેમ તો ખેંચો મારું ધ્યાન? ॥ ॥

મોહ પમાડો કાં મને, એક કહો ને વાત, એકજ વાત કરો મને, ધન્ય કરું કે જાત । ॥ ॥

શ્રી ભગવાન કહે છે:
જ્ઞાની ને યોગીતણા આ સંસારે બે, જુદા જુદા માઅર્ગો કહ્યા શ્રેયતણા છે મેં । ॥ ॥

કર્મ કરે જ મનુષ્ય ના તો ના ઉત્તમ થાય, છોડી દે જો કર્મને તોયે ના શુખ થાય । ॥ ॥

કર્મ કર્યા વિણ ના રહે કોઈ યે ક્ષણવાર, સ્વભાવથી માનવ કરે કર્મ હજારો વાર । ॥ ૫ ॥

કાબુ કરી ઇંદ્રિયનો મનથી સ્મરણ કરે, વિષયોનું જો માનવી, તો તે દંભ કરે । ॥ ॥

મનથી સંયમ સાધતાં અનાસક્ત પણ જે, કર્મ કરે ઇંદ્રિયથી, શ્રેષ્ઠ ગણાયે તે । ॥ ॥

નિયત કર્મ કર, શ્રેષ્ઠ છે અકર્મથી તો કર્મ, અનાસક્ત બનતાં સદા તેથી તું કર કર્મ । ॥ ॥

બ્રહ્માએ આ સૃષ્ટિના આરંભે જ કહ્યું, કામધેનુ આઅ યગ્નથી સર્જો સૃષ્ટિ કહ્યું । ॥ ॥

દેવોની સેવા કરો, તે સેવો તમને, એકમેકની સેવાથી મળો શ્રેય તમને । ॥ ॥

પ્રસન્ન દેવો યજ્ઞથી ઈષ્ટભોગ દે છે, આપ્યાવિણ જે ખાય તે ચોર કહે તેને । ॥ ॥

યજ્ઞશિષ્ટ ખાનારના પાપ બધા યે જાય, એકલપેટા જે બને તે તો પાપ જ ખાય । ॥ ॥

પ્રાણી થાયે અન્નથી, અન્ન વૃષ્ટિથી થાય, વૃષ્ટિ થાયે યજ્ઞથી, યજ્ઞ કર્મથી થાય । ॥ ॥

કર્મ થાય પ્રકૃતિથકી, પ્રકૃતિ પ્રભુથી થાય, તેથી યજ્ઞે બ્રહ્મની સદા પ્રતિષ્ઠા થાય । ॥ ૧૫ ॥

ચાલે છે આ ચક્ર તે મુજબ ન ચાલે જે, મિથ્યા જીવે મૂર્ખ ને પાપી લંપટ તે । ॥ ॥

આત્મામાં સંતોષ ને આત્મરત છે જે, આત્મામાં જે મગ્ન છે કર્મ નથી તેને । ॥ ॥

(આત્મામાં સંતોષ ને રતિસુખ છે જેને, આત્મામાં જે મગ્ન છે કર્મ નથી તેને । ॥ ॥)
કર્મ કરીને તેમને મેળવવું ના કૈં, ન કર્યે કૈં ન ગુમાવવું, મુક્ત રહ્યા તે થૈ । ॥ ॥

આસક્તિ છોડી દઈ યોગ્ય કરે જે કર્મ, તે મંગલને મેળવે, કર તું તેમ જ કર્મ । ॥ ॥

સિદ્ધ થયા છે કર્મથી જનકસમા કૈં લોક, લોકોના હિત સારૂયે કર્મો ન છે ફોક । ॥ ૨૦ ॥

ઉત્તમ જન જે જે કરે તે બીજા કરતા, પ્રમાણ તેનું માનતાં લોકો અનુસરતા । ॥ ॥

મારે આ સંસારમાં કૈં ના મેળવવું, તો પણ જો ને કર્મમાં સદા રહ્યો રત હું । ॥ ॥

જો હું કર્મ કરું નહીં, તજે બધા તો કર્મ, લોકોનું હિત થાય ના, ના સચવાયે ધર્મ । ॥ ॥

કરૂં નહીં હું કર્મ તો નષ્ટ જગત આઅ થાય, સંકર્તા ને નાશનો મુજને દોષ અપાય । ॥ ॥

અજ્ઞાની આસક્ત થૈ કર્મ કરે છે જેમ, જ્ઞાની આસક્તિ મુકી, કર્મ કરે સૌ તેમ । ॥ ૨૫ ॥

અજ્ઞાનીમાં તે કદી શંકા જગવે ના, કર્મ કરી ઉત્તમપણે પ્રેરે જનને હા! ॥ ॥

પ્રકૃતિના ગુણથી થતાં કર્મ છતાં જાણે, મૂઢ અહંકારે ગણે કર્તા પોતાને । ॥ ॥

ગુણ ને કર્મ-વિભાગને જે જાણે છે તે, ગુણ વર્તે ગુણમાં ગણી ના આસક્ત બને । ॥ ॥

પ્રકૃતિગુણથી મૂઢ તે ડૂબે કર્મમહીં, એ અજ્ઞાનીને કરે જ્ઞાની ચલિત નહીં । ॥ ॥

અર્પણ કર કર્મો મને, મમતાને તજ તું, સ્વધર્મ સમજી યુદ્ધમાં, પાર્થ, લડી લે તું । ॥ ૩૦ ॥

શ્રદ્ધા રાખીને મુકી ઈર્ષા કર્મ કરે, કર્મોનાં બંધન બધાં તેનાં તુર્ત ટળે । ॥ ॥

મદથી મત્ત બની કરે કર્મ આમ ના જે, નષ્ટ થયેલો જાણજે વિમૂઢ માનવ તે । ॥ ૩૨ ॥

પોતાની પ્રકૃતિ મુજબ જ્ઞાની કર્મ કરે, પ્રકૃતિ મુજબ કરે બધાં, નિગ્રહ કેમ કરે? ॥ ॥

ઇંદ્રિયોના વિષયો છે રાગદ્વેષવાળા, શિકાર તેના ના થવું તે દુશ્મન સારા । ॥ ॥

સ્વધર્મ છે ઉત્તમ કહ્યો પરધર્મ થકી ખાસ, સ્વધર્મમાં મૃત્યુ ભલું, પરધર્મ કરે નાશ । ॥ ॥

યુદ્ધ ધર્મ તારો ખરે, ત્યાગ ભિક્ષુનો ધર્મ, મૃત્યુ મળે તોયે ભલે, કર તું તારું કર્મ । ॥ ૩૫ ॥

અર્જુન કહે છે:
કોનાથી પ્રેરાઈને પાપ કરે છે લોક, ઈચ્છા ન હોયે છતાં જાણે ખેંચે કો॑ક? ॥ ॥

શ્રી ભગવાન કહે છે:
ઈચ્છા તૃષ્ણા વાસના, ક્રોધ કહ્યો છે જે, તે જ કરાવે પાપને, દુશ્મન જનના તે । ॥ ॥

દર્પણ મેલાથિ, રાખથી આગ જેમ ઢંકાય, ગર્ભ ઓરથી, કર્મ સૌ કામ થકી ઢંકાય । ॥ ॥

(દર્પણ મેલે, રાખથી આગ જેમ ઢંકાય, ગર્ભ ઓરથી, કર્મ સૌ ત્યમ તેથી ઢંકાય । ॥ ) ॥

સદા અતૃપ્ત કામાગ્નિ જ્ઞાનીનો રિપુ છે, ઢાંકી દે છે જ્ઞાનને અગ્નિ સાચે તે । ॥ ॥

(અતૃપ્ત અગ્નિ કામનો જ્ઞાનીનો રિપુ છે, ઢાંકી દે છે જ્ઞાનને અગ્નિ સાચે તે । ॥ ॥)
મન બુદ્ધિ ઇંદ્રિય છે તેના નિત્ય નિવાસ, તે દ્વારા મોહિત કરે માનવને તે ખાસ । ॥ ૪૦ ॥

મન બુદ્ધિ ઇંદ્રિયનો તેથી કાબૂ કરી, જ્ઞાન નાશ કરનાર તે કામ નાખ હરી । ॥ ॥

(મન બુદ્ધિ ઇંદ્રિયનો તેથી કાબૂ કરી, જ્ઞાન નાશ કરનાર તે પાપી નાખ હરી । ॥ ॥)
ઇંદ્રિયો બળવાન છે, મન તેથી બળવાન, મનથી બુદ્ધિ શ્રેષ્ઠ છે, આત્મા ઉત્તમ જાણ । ॥ ॥

આત્માને ઉત્તમ ગણી, આત્મશક્તિ ધારી, કામરૂપ આ શત્રુને શીઘ્ર નાખ મારી । ॥ ૪૩ ॥

અધ્યાય ૪: કર્મબ્રહ્માર્પણયોગ
શ્રી ભગવાન કહે છે:
વિવસ્વાનને યોગ આ પહેલાં કહ્યો મેં, મનુને કહ્યો તેમણે, ઇક્ષ્વાકુને મનુએ । ॥ ॥

(વિવસ્વાનને યોગ આ પહેલાં કહ્યો મેં, મનુને કથિયો તેમણે, ઇક્ષ્વાકુને મનુએ । ॥ ॥)
પરંપરાથી જાણતા રાજર્ષિ આ યોગ, કાળ જવાથી તે ખરે નષ્ટ થયો છે તે યોગ । ॥ ॥

રહસ્યવાળો યોગ તે તુજને પાર્થ, કહ્યો, ભક્ત તેમ માની સખા ઉત્તમ યોગ કહ્યો । ॥ ॥

અર્જુન કહે છે:
વિવસ્વાન પૂર્વે થયા, તમે થયા હમણા, યોગ તમે ક્યાંથી કહ્યો, થાય મને ભ્રમણા । ॥ ॥

શ્રી ભગવાન કહે છે:
મારા ને તારા ખરે જન્મ અનેક થયા, મને યાદ તે સર્વ છે, તને ન યાદ રહ્યા । ॥ ૫ ॥

છું જગસ્વામી અજ છતાં જન્મ લઉં છું હું, પ્રક્રુતિના આધારથી પ્રકટ થઉં છું હું ॥ ॥

જ્યારે જ્યારે ધર્મનો થઈ જાય છે નાશ, અધર્મ વ્યાપે તે સમે જન્મ લઉં છું ખાસ । ॥ ॥

See Also  Guha Gita In English

રક્ષું સજ્જનને અને કરું દુષ્ટનો નાશ, સ્થાપું સાચા ધર્મને પૂરું ભક્તની આશ । ॥ ॥

દિવ્ય જન્મ ને કર્મને મારા જાણે જે, મરણ પછી જન્મે નહીં, મને મેળવે તે । ॥ ॥

ભય ને ક્રોધ તજી દઈ, કરીને મને પ્રેમ, તપ ને જ્ઞાનથકી ઘણા પામ્યા મુજને તેમ । ॥ ૧૦ ॥

જેવા ભાવ થકી મને ભક્ત ભજે મારા, તેવા ભાવે હું ભજું તે સૌને પ્યારા! ॥ ॥

સર્વ પ્રકારે માનવી મુજ માર્ગે ચાલે, મંગલ તેનુ થાય જે મુજ માર્ગે ચાલે । ॥ ૧૧ ॥

બીજા દેવોને ભજે પ્રેમ કરીને જે, સાચે સિદ્ધિ પામતા પૂજી તેમને તે । ॥ ॥

ચાર વર્ણ મેં સર્જિયા ગુણ કર્મ અનુસાર, તેનો કર્તા હું છતાં અકર્તા મને જાણ । ॥ ॥

(ચાર વર્ણ મેં સર્જિયા ગુણ ને કર્મે માન, તેનો કર્તા હું છતાં અકર્તા મને જાણ । ॥ ॥)
મને કર્મ બંધન નથી, નથી કર્મ મમતા, માનવ સમજે એમ તે કર્મ થકી છુટતા । ॥ ॥

એવું જાણીને કર્યા પહેલાં કૈંયે કર્મ, એમજ કરજે કર્મ તો સચવાશે તુજ ધર્મ । ॥ ॥

અકર્મ તેમજ કર્મમાં મોહાયા વિદ્વાન, કર્મ કહું જેથી રહે નહીં અશુભમાં ધ્યાન । ॥ ॥

કર્મ અકર્મ વિકર્મનો યોગ્ય જાણવો મર્મ, કર્મ રહસ્ય પિછાનવું, ગહન ખરે છે કર્મ । ॥ ॥

અકર્મ દેખે કર્મમાં કર્મ અકર્મે જે, ઉત્તમ કર્મી તે કહ્યા, જ્ઞાની સૌમાં તે । ॥ ॥

ફળની તૄષ્ણા ત્યાગતાં કર્મ કરે છે જે, દેહ જ્ઞાનથી કર્મને, પંડિત સાચે તે । ॥ ॥

આસક્તિને છોડતાં નિત્ય તૃપ્ત જ્યમ જે, કર્મ કરે છે માનવી, કરે કૈં નહીં તે । ॥ ૨૦ ॥

તૃષ્ણા સંગ્રહ છોડતાં, મનનો કાબુ કરી, શરીરકર્મ કર્યા તકી થાયે પાપ નહીં । ॥ ॥

લાભાલાભે તૃપ્ત જે દ્વન્દાતીત સદાય, કર્મને કરે તોય તે ના બંધાય કદાય । ॥ ॥

સંગરહિત ને મુક્ત છે જ્ઞાન પરાયણ જે, કર્મ યજ્ઞ ભાવે કરે, કર્મ ન બાંધે તે । ॥ ॥

અગ્નિ ને સમિધા વળી હવિયે બ્રહ્મસ્વરૂપ, કર્મ બ્રહ્મમય તેમને જે છે જ્ઞાનસ્વરૂપ । ॥ ॥

દેવયજ્ઞ કોઈ કરે યોગીજન જગમાં, બ્રહ્માગ્નિમાં યજ્ઞને અન્ય કરે જગમાં । ॥ ૨૫ ॥

સંયમના અગ્નિમહીં ઈંદ્રિયો બાળે, કોઈ ઈંદ્રિયોમહીં વિષયોને બાળે । ॥ ॥

જ્ઞાન ભરેલા આત્મનો સંયમમય અગ્નિ, કોઈ હોમે પ્રાણને જગવી એ અગ્નિ । ॥ ॥

દ્રય્વયજ્ઞ, તપયજ્ઞ ને યોગયજ્ઞ પણ થાય, જ્ઞાનયજ્ઞ કોઈ કરે, વ્રત તીક્ષ્ણ ઘણાં થાય । ॥ ॥

પ્રાણાયમી પ્રાણને અપાનમાં હોમે, પ્રાણ રોકતા, પ્રાણમાં અપાનને હોમે । ॥ ॥

કાબુ કરી આહારનો હોમે પ્રાણે પ્રાણ, યજ્ઞ જાણતા; યજ્ઞથી પવિત્ર સૌને જાણ । ॥ ૩૦ ॥

યજ્ઞામૃત ખાનારને ઈષ્વરપ્રાપ્તિ થાય, યજ્ઞહીનને આઅ જગે પછીય સુખ ન થાય । ॥ ॥

બ્રહ્માએ આવી રીતે અનેક યજ્ઞ કહ્યા, કર્મજન્ય તે જાણ તો પાપ થશે ન કદા । ॥ ॥

દ્રવ્યયજ્ઞથી જ્ઞાનનો યજ્ઞ શ્રેષ્ઠ તું જાણ, કર્મ બધાંયે જ્ઞાનમાં પૂર્ણ થાય તે માન । ॥ ॥

અનુભવવાળો હોય જે જ્ઞાની તેમજ હોય, તી નમતાં સેવતાં પૂછ પ્રશ્ન તું કોય । ॥ ॥

જ્ઞાન તને તે આપશે, તેથી મોહ જશે, જગ આખું મુજમાં પછી જોશે આત્મ વિશે । ॥ ૩૫ ॥

પાપીમાં પાપી હશે કોઈ આઅ જગમાં, જ્ઞાનનાવમાં બેસતાં તરી જશે ભવમાં । ॥ ॥

ભસ્મ કરે છે કાષ્ટને બાળી અગ્નિ જેમ, જ્ઞાનગ્નિ કર્મો બધાં ભસ્મ કરે છે તેમ । ॥ ॥

જ્ઞાનસમું કૈંયે નથી પવિત્ર આ જગમાંહ્ય, સમય જતાં તે મેળવે જ્ઞાની અંતરમાંહ્ય । ।
શ્રદ્ધા ને સંયમ વળી લગની ખૂબ હશે, જરુર મળશે જ્ઞાન તો, શાંતિ પણ મળશે । ॥ ॥

(શ્રદ્ધા ને સંયમ વળી લગની ખૂબ હશે, જરુર મળશે જ્ઞાન તો, શાંતિ વળી મળશે । ॥ ॥)
અવિશ્વાસ શંકા હશે તો તે નષ્ટ થશે, આ જગમાં તેને નહીં કોઈ સુખ થશે । ॥ ૪૦ ॥

(અવિશ્વાસ શંકા હશે તો તે નષ્ટ થશે, આ જગમાં તેને નહીં કોઈ સુખ ધરશે । ॥ ૪૦ ॥)
શંકા છોડી જેમણે તજ્યું વળી અભિમાન, તેને બાંધે કર્મ ના, થયું જેમને જ્ઞાન । ॥ ॥

એથી આ અજ્ઞાનથી મોહ થયો તુજને, જ્ઞાનખડગથી છેદતાં લડ તું મુક્ત મને । ॥ ૪૨ ॥

અધ્યાય ૫: કર્મસ/ન્યાસયોગ
અર્જુન કહે છે:
વખાણો તમે કર્મને તેમજ કર્મત્યાગ, બન્નેમાં જે શ્રેષ્ઠ હો કહો તે મને માર્ગ । ॥ ॥

શ્રી ભગવાન કહે છે:
કર્મત્યાગ ને કર્મ તે બન્ને મંગલ જાણ, કર્મત્યાગથી કર્મ છે ઉત્તમ એમ પ્રમાણ । ॥ ॥

જેનામાં ના વેર છે તેને ત્યાગી માન, આશા તૃષ્ણા છે નહીં તે સન્યાસી જાણ । ॥ ॥

દ્વન્દથકી છૂટી શકે તે મુક્તિ પામે, સહજ શાંતિ તેને મળે દુઃખ વળી વામે । ॥ ॥

જ્ઞાનકર્મને પંડિતો ગણે નહીં અળગા, ફળ બન્નેનાં એક છે, અજ્ઞ ગણે અળગાં । ॥ ॥

મળે જ્ઞાનથી સ્થાન તે કર્મ થકીય મળે, તેથી તેમાં ના કદી જ્ઞાની ભેદ કરે । ॥ ૫ ॥

ખાલી કર્મ તજવા થકી થાય નહીં સન્યાસ, કર્મ કરે જે થાય તે સમયે ત્યાગી ખાસ । ॥ ॥

(કર્મ કરે ના તો પછી થાય નહીં સન્યાસ, કર્મ કરે જે થાય તે સમયે ત્યાગી ખાસ । ॥ ॥)
પવિત્ર યોગી સંયમી સમદર્શી છે જે; કર્મ કરે તોયે કદી લિપ્ત બને ના તે । ॥ ॥

જોતાં, સુણતાં, સુંઘતાં, ખાતાં ને વદતાં, સુતાં ઉઠતાં બેસતાં, શ્વાસક્રિયા કરતાં । ॥ ॥

હું કૈયે કરતો નથી જ્ઞાની એમ ગણે, ઈંદ્રિયો વિષયોમહીં વર્તે એમ ગણે । ॥ ॥

પ્રભુને અર્પી ને તજી અહમ્ કરે જે કર્મ, તેને પાપ અડે નહીં, વ્યાપે નહીં અધર્મ । ॥ ૧૦ ॥

કાયા મન બુદ્ધિ થકી, ફક્ત ઈન્દ્રિયોથી, શુદ્ધિકાજ કર્મો કરે યોગી સંગ તજી । ॥ ॥

ફળની તૃષ્ણા છોડતાં શાંતિ લભે જ્ઞાની, ફળમાં બદ્ધ બની જતા કામી અજ્ઞાની । ॥ ॥

મનતી કર્મ તજી, રહી નવદ્વારે નગરે, કર્મ કરાવે ના કદી આત્મા ન કર્મ કરે । ॥ ॥

(મનતી કર્મ તજી, રહી નવદ્વારે નગરે, કર્મ કરાવે ના કદી આત્મા કર્મ કરે । ॥ ॥)
કર્મ અને કર્તૃત્વ ને કર્મફલતણો યોગ, પ્રભુ કરે નહીં; એ બધો પ્રકૃતિનો છે ભોગ । ॥ ॥

પાપ પુણ્ય કોઈતણુ ઈશ્વર ના ખાયે, જીવ ભર્યા અજ્ઞાનથી તેથી મોહાયે । ॥૧૫ ॥

જ્ઞાનથકી જેણે હણ્યું પોતાનું અજ્ઞાન, સુરજ જેમ તેના મહીં પ્રકાશી રહે જ્ઞાન । ॥ ॥

મન બુદ્ધિ નિષ્ઠા રહે જેની તે પ્રભુમાં, જ્ઞાન-પવિત્ર ફરી ન તે જન્મે છે જગમાં । ॥ ।

બ્રાહ્મણ હાથી ગાય ને પંડિત મૂરખમાં, જ્ઞાની ઈશ્વરને જુએ જડ ને ચેતનમાં । ॥ ॥

જીવતાંજ જગ જીતિયું સમતાવાન જને, બ્રહ્મ જેમ નિર્દોષ તે બ્રહ્મમાં જ સ્થિત છે । ॥ ॥

પ્રિય પામી હરખાય ના, અપ્રિયથી ન રડે, સ્થિર ને જ્ઞાની બ્રહ્મથી થાય અભિન્ન તે । ॥ ॥

અનાસક્ત વિષયોથકી જે સુખને પામે, સુખ અક્ષય તે બ્રહ્મમાં સ્થિત યોગી પામે । ॥ ॥

સ્પર્શજન્ય ભોગો બધા આદિ અને અંતે, દુઃખ આપતા, તેમહીં જ્ઞાની ના જ રમે । ॥ ॥

દેહ ત્યાગ પહેલાં જ જે કામ ક્રોધના વેગ, સહન કરે તે શ્રેષ્ઠ છે, સુખી થાય છે તેજ । ॥ ॥

આત્માનું સુખ મેળવે, આત્મામાં આરામ, તે મુક્તિને મેળવે, રહે ન કાંઈ કામ । ॥ ॥

જીવોની સેવા કરે, દોષ કરે જે દૂર, તે મુક્તિને મેળવે, પડે ન માયાપૂર । ॥ ૨૫ ॥

કામ ક્રોધ જીતે, કરે મનનો સંયમ જે, ભય છોડે જે, મેળવી મુક્તિને લે તે । ॥ ॥

ભ્રમર મધ્ય દૃષ્ટિ કરી સ્થિર રોકતાં પ્રાણ, વિષયોને અળગા કરી ધરે ન જગનું ધ્યાન;
ભય ને ક્રોધ તજે, કરે મનનો સંયમ જે, મોક્ષપરાયણ થાય જે, મુક્ત ગણાયે તે ।
જીવમાત્રનો મિત્ર ને સૃષ્ટિનો સ્વામી, જાણે મુજને તે ખરે શાંતિ જાય પામી । ॥ ૨૯ ॥

અધ્યાય ૬: આત્મસંયમયોગ
શ્રી ભગવાન કહે છે:
ફલનો આશ્રય છોડતાંકર્મ કરેછે જે, સન્યાસી તે છે ખરો, યોગીજન પણ તે ॥ । ॥

અગ્નિને અડકે નહીં, કર્મ કરે ના તોય, માયા મમતા હોય તો ત્યાગી થાય ના કોય । ॥ ૧ ॥

યોગ અને સન્યાસ બે અલગ ખરેજ નથી, છોડે ના સંકલ્પ તે યોગી થાય નહીં । ॥ ॥

યોગ-સાધના કાજ તો સાધન કર્મ મનાય, શમના સાધનથી પછી યોગારૂઢ થવાય । ॥ ॥

ઈન્દ્રિયોના વિષયની મમતા છૂટી જાય, સંકલ્પ મટે તે પછી યોગારૂઢ ગણાય । ॥ ॥

કરવું પતન ન જાતનું, કરવો નિત ઉદ્ધાર, પોતે શત્રુ મિત્ર ને પોતાના રખવાળ । ॥ ૫ ॥

જે મનને જીતે સદા, મિત્ર બને છે તે, પોતાનો શત્રુ બને મન ના જીતે જે । ॥ ॥

જાત ઉપર સંયમ કરીલે છે જે યોગી, શાંત હોય તે, હોયછે પ્રભુ-રસનો ભોગી । ॥ ॥

ટાઢ તાપ સુખદુઃખ ને માન તેમ અપમાન, ચલિત કરે જેને ન તે યોગી ઉત્તમ જાણ । ॥ ॥

પત્થર સોનું મૃત્તિકા તેને સરખાં હોય, તૃપ્ત જ્ઞાન-વિજ્ઞાનમાં સાક્ષી જેવો સ્હોય । ॥

મિત્ર શત્રુ મધ્યસ્થ કે બંધુ સ્નેહીમાં, સમબુદ્ધિ છે તે કહ્યો ઉત્તમ યોગી હા! ॥

એકંતમહીં બેસવું યોગીએ હરરોજ, તૃષ્ણા ને સંગ્રહ તજી કરવી અંતર ખોજ । ॥ ૧૦ ॥

સંયમ જાતતણો કરી એકલા જ રે॑વું; પવિત્ર સ્થાને દૃઢ કરી આસનને દેવું । ॥ ॥

ઈન્દ્રિયો મન વશ કરી, મન એકાગ્ર કરી, આત્મ શોધવા યોગને કરવો શાંતિ ધરી । ॥ ॥

કાયા મસ્તક ડોકને કરવાં સરખાં સ્થિર, નાસિકાગ્રને દેખવું, ધરી ચિત્તમાં ધીર । ॥ ૧૩ ॥

સ્થિરતા રાખી, ભય તજી, બ્રહ્મચર્ય પાળી, મન મારામાં જોડવું બીજેથી વાળી । ॥
સંયમથી અભ્યાસને આમ કરે છે જે, પરમ શાંતિ મુજમાં રહી પ્રાપ્ત કરે છે તે । ॥ ૧૫ ॥

ઉપવાસી રે॑વું નહીં, ખાવું ના પણ ખૂબ, ઉજાગરા કરવા નહીં, ઊંઘવું નહીં ખૂબ । ॥ ॥

યોગ્ય કરે આહાર ને વિહાર તેમજ કર્મ, જાગે ઊંઘે યોગ્ય તે લભે યોગનો મર્મ । ॥
ચિત્ત થાય વશ ને પછી આત્મામાં સ્થિર થાય, નિઃસ્પૃહ યોગી થાય તે યોગ યુક્ત ગણાય । ॥
(ચિત્ત થાય વશ ને પછી આત્મામાં સ્થિર થાય, નિઃસ્પૃહ યોગી થાય તે યોગી યુક્ત ગણાય । ॥ )
હવા વિનાના સ્થાનમાં દિવૂ ના હાલે, તેવું મન યોગી તણું ચળે ને કો કાળે । ॥ ॥

યોગીજનના ચિત્તનો પૂરો સંયમ થાય, ડૂબી જાયે ધ્યાનમાં, ત્યારે રસમાં ન્હાય । ॥ ૨૦ ॥

આત્માનો અનુભવ કરી આનંદમહીં ન્હાય, બુદ્ધિ ને ઈન્દ્રિયથી અતીત સુખમાં ન્હાય્ । ॥ ॥

તેનાથી કોઈ નથી બીજો ઉત્તમ લાભ, તેને પામી ના ચળે પડે ભલે ને આભ । ॥ ॥

દુઃખ મટી જયે બધું, તેને યોગ કહ્યો, મનને મજબૂત રાખતાં કરવો તે જ રહ્યો । ॥ ॥

સંકલ્પથકી કામના થાયે તે ટાળે, ઈન્દ્રિયો મનથી બધી સંયમમાં ધારે । ॥ ॥

ધીરે ધીરે બુદ્ધિને કરે પછી ઉપરામ, વિચાર ન કરે, મન કરી સ્થિર ને આત્મારામ । ॥ ૨૫ ॥

મન આ ચંચળ જાય છે અનેક વિષયો માંહ્ય, વાળી પાછું જોડવું તેને આત્મા માંહ્ય । ॥ ॥

કરતાં એમ થઈ જશે મન આત્મામાં શાંત, સુખ ઉત્તમ ત્યારે થશે, દોષ થશે સૌ શાંત । ॥ ॥

રોજ કરે છે યોગ આ તે તો નિર્મલ થાય, બ્રહ્મપ્રાપ્તિસુખ પૂર્ણ તે પામી તેમાં ન્હાય । ॥ ॥

આત્માને સૌ જીવમાં આત્મામાં સૌ જીવ, યોગી જુએ હંમેશ એ સમદર્શીની રીત ।
જે મુજને સઘળે જુએ, ને મારામાં સર્વ, તેનાથી ના દૂર હું, તે ના મુજથી દૂર । ॥ ૩૦ ॥

રહેલ સર્વે જીવમાં મને ભજે છે જે, વર્તે સર્વપણે ભલે, મુજમાં વર્તે તે । ॥ ॥

આત્મા જુએ સૌમાં અને અનુભવ કરે સમાન, જાણે પરની પીડ તે યોગી માન મહાન । ॥ ॥

અર્જુન કહે છે:
સમતાનો આ યોગ જે કહ્યો તમે પ્રભુ હે, ચંચલતાને કારણે અશક્ય લાગે તે । ॥ ॥

મન ચંચલ બળવાન છે જક્કી તેમજ ખૂબ, વાયુ સમ મુશ્કેલ છે તેનો સંયમ ખૂબ । ॥ ॥

(મન ચંચલ બળવાન છે જક્કી તેમજ ખૂબ, વાયુ જેમ મુશ્કેલ છે તેનો સંયમ ખૂબ । ॥ ॥)
શ્રી ભગવાન કહે છે:
મનને ચંચલ ચે કહ્યું, તે છે સત્ય ખરે, પ્રયત્ન ને વૈરાગ્યથી યોગી કાબૂ કરે । ॥ ૩૫ ॥

અસંયમીને યોગ તો લાગે બહુ મુશ્કેલ, સંયમશીલને પ્રયત્નથી લાગે તે તો શેલ । ॥ ॥

(અસંયમીને યોગ તો મુશ્કેલ કહ્યો છે, સંયમશીલ પ્રયત્નથી પ્રાઅપ્ત કરે છે તે । ॥ ॥)
અર્જુન કહે છે:
અસંયમી શ્રદ્ધાભર્યો ચલિત યોગથી થાય, યોગસિદ્ધિ ના પામતાં તેઈ હી ગતી થાય? ॥ ॥

છિન્નભિન્ન વાદળસમો વિનાશ તેનો થાય? બ્રહ્મપ્રતિષ્ઠાહીન તે વિમૂઢનું શું થાય? ॥ ॥

પૂર્ણપણે મારી તમે શંકા દૂર કરો, અન્ય કોણ હરશે ન જો, શંકા તમે હરો? ॥ ॥

શ્રી ભગવાન કહે છે:
આ લોકે પરલોકમાં નાશ ન તે પામે, મંગલકર્તા ના કદી દુર્ગતિને પામે । ॥ ૪૦ ॥

પુણ્ય ભરેલા લોકને તે યોગી પાવે, પછી પવિત્ર ઘરોમહીં જન્મ લઈ આવે । ॥ ॥

જ્ઞાની યોગીના કુલે અથવા જન્મ ધરે, દુર્લભ જગમાં કો॑કને આવો જન્મ મળે । ॥ ॥

પૂર્વજન્મના જાગતા ત્યાં પણ સૌ સંસ્કાર, યત્ન કરે યોગી વળી ભવને કરવા પાર । ॥ ૪૩ ॥

પૂર્વ જન્મસંસ્કારથી અવશ્ય યોગ કરે, યોગેચ્છાથી તત્ત્વ તે ઉત્તમ પ્રાપ્ત કરે । ॥ ॥

પ્રયત્ન ખૂબ કર્યા થકી મેલ હૃદયના જાય, એમ ઘણા જન્મે પછી સિદ્ધ યોગમાં થાય । ॥ ૪૫ ॥

જ્ઞાની તપસીથી કહ્યો યોગી ઉત્તમ મેં, કર્મીથી છે શ્રેષ્ઠ તો, યોગી તું ય થજે । ॥ ॥

મારામાં મન જોડતાં, કરી વળી વિશ્વાસ, ભજે મને દિનરાત તે ઉત્તમ યોગી ખાસ । ॥ ૪૭ ॥

અધ્યાય ૭: જ્ઞાનવિજ્ઞાનયોગ
શ્રી ભગવાન કહે છે:
મારામાં આસક્ત થઈ આશ્રય મારો લે, જાણે મુજને કેમ તેહવે કહું છું તે । ॥ ૧ ॥

જ્ઞાન કહું તુનજે વળી પૂર્ણ કહું વિજ્ઞાન, જેને જાણી જાણવું રહે કૈ ના આન । ॥ ૨ ॥

હજારમાં કોઈ કરે સિદ્ધિકાજ પ્રયાસ, કરતાં યત્ન હજારમાં કોઈ પહોંચે પાસ । ॥ ॥

મારી પાસે પહોંચતાં કોઈ પામે જ્ઞાન, સાંભળ, જો તુજને કહું ઉત્તમ મારું જ્ઞાન । ॥ ૩ ॥

પૃથ્વી પાણી તેજ ને વાયુ ચિત્ત આકાશ, અહંકાર બુદ્ધિ કહી મારી પ્રકૃતિ આઠ । ॥ ॥

(પૃથ્વી પાણી તેજ ને વાયુ ચિત્ત આકાશ, અહંકાર બુદ્ધિ કહી મારી પ્રકૃતિ ખાસ । ॥ ॥)
બીજી જીવરૂપે રહી છે મારી પ્રકૃતિ, તેનાથી જગને રચું, તે ઉત્તમ પ્રકૃતિ । ॥ ૫ ॥

આ બન્ને પ્રકૃતિથકી પ્રાણી સર્વે થાય, સર્જન તેમ વિનાશનું સ્થાન મને સૌ ગાય । ॥ ॥

ઉત્તમ મુજથી કો નથી, મારાવિણ કૈં ના, જગ મુજમાં છે, જેમ આ મણકા દોરામાં ।
પાણીમાં રસ હું થયો, સૂર્યચન્દ્રમાં તેજ, વેદમહીં ૐકાર છું, પૌરુષ નરમાં સહેજ । ॥ ॥

પૃથ્વીમાં છું ગંધ ને તપ છું તાપસમાં, જીવન પ્રાણીમાત્રનું, શબ્દ તયો નભમાં । ॥ ॥

બીજ સર્વ પ્રાણીતણું મને સદાયે જાણ, બુદ્ધિ તેમજ વીરતા વીરલોકમાં માન । ॥ ૧૦ ॥

બળ બનતાં સેવા કરું બળવાનોમાં હું, અધર્મથી પર કામ્ના જીવમાત્રમાં છું । ॥ ॥

સત્વ અને રજતમતણા ઉપજે મુજથી ભાવ, તે મુજમાં છે, હું નથી તે ભાવોની માહ્ય । ॥ ॥

ત્રણ ગુણવાળી છે કહી મારી જે માયા, તેનાથી મોહિત થયા રંક અને રાયા । ॥ ॥

માયા છે મારી ખરે તરવી આઅ મુશ્કેલ, તરી જાય છે તે જ જે મારું શરણ ગ્રહેલ । ॥ ॥

મૂઢ મને પામે નહીં અધર્મથી ભરિયા, માનવરૂપે તે ફરે તોય જાણ મરિયા । ॥ ૧૫ ॥

દુઃખી તેમજ જ્ઞાનની ઇચ્છાવાળા લોક, સંસારી આશાભર્યા, જ્ઞાની તેમજ કો॑ક । ॥ ॥

ચાર જાતના માનવી મને ભજે છે તે, તેમાં જ્ઞાની ભક્તને શ્રેષ્ઠ કહ્યો છે મેં । ॥ ॥

મહાન છે બીજા છતાં જ્ઞાની મારો પ્રાણ; જ્ઞાની સંધાઈ ગયો મારી સાથે જાણ । ॥ ॥

ઘણાય જન્મ પછી મને જ્ઞાની પામે છે; પ્રભુ પેખે જગમાં બધે, સંત સુદુર્લભ તે । ॥ ॥

કામનાભર્યા કૈં જનો નિયમ ઘણા પાળી, અન્ય દેવતાને ભજે, સ્વભાવને ધારી । ॥ ૨૦ ॥

શ્રદ્ધાપૂર્વક દેવને ભક્ત ભજે છે જે, તેની શ્રદ્ધા હું કરું દૃઢ દેવમહીં તે । ॥ ॥

શ્રદ્ધાપૂર્વક તે પછી તેની ભક્તિ કરે, મારી દ્વારા કામના-ફળને પ્રાપ્ત કરે । ॥ ॥

અલ્પબુદ્ધિ એ ભક્તના ફળનો થાય વિનાશ, દેવ ભજ્યે દેવો મળે, મને ભજ્યે મુજ પાસ । ॥ ॥

અજ્ઞાની મુજ રૂપની મર્યાદા માને, વિરાટ ઉતમ રૂપ ના મારું તે જાણે । ॥ ॥

માયાથી ઢંકાયેલું મારું પૂર્ણ સ્વરૂપ, મૂઢ ઓળખે ના કદી મારું દિવ્ય સ્વરૂપ । ॥૨૫ ॥

ભૂતભાવિ જાણું, વળી વર્તમાન જાણુ, જાણું હું સૌને, મને કોઈ ના જાણ્યું । ॥ ॥

વેર ઝેર તૃષ્ણાથકી ભવમાં ભટકે લોક, જેના પાપ ટળી ગયા ભજે મને તે કો॑ક । ॥ ॥

મોતથકી છુટવા વળી ઘડપણને હરવા, ભજે શરણ મરું લઈ દુઃખ દૂર કરવા । ॥ ॥

દૃઢ નિરધાર કરે અને દ્વન્દમુક્ત તે થાય, પુણ્યવાન તે તો મને જાણી રસમાં ન્હાય । ॥ ॥

બ્રહ્મકર્મ અધ્યાત્મ ને અધિભૂત ને અધિયજ્ઞ, જે જાણે તે થાય છે મારામાં સંલગ્ન । ॥ ૩૦ ॥

અધ્યાય ૮: અક્ષરબ્રહ્મયોગ
અર્જુન કહે છે:
બ્રહ્મ વળી અધ્યાત્મ શું, કર્મ કહે કોને, અધિભૂત ને અધિદૈવ હે પ્રભો, કહે કોને? ॥ ॥

મૃત્યુ આવે તે સમે યોગીજન તમને, કેમ કરી જાણી શકે, કહો કૃપાળુ, મને । ॥ ॥

શ્રી ભગવાન કહે છે:
અક્ષર છે પરબ્રહ્મ ને સ્વભાવ છે અધ્યાત્મ, જગસર્જન ને નાશનો વ્યાપાર કહે છે કર્મ । ॥ ॥

ક્ષર તે છે અધિભૂત ને પુરુષ કહ્યો અધિદૈવ, અધિયજ્ઞ કહ્યો છે મને શરીરમાંનો દેવ । ॥ ॥

યાદ કરી પ્રેમે મને જે છોડે છે દેહ, તે પામી લે છે મને, તેમાં ના સંદેહ । ॥ ॥

જેને યાદ કરી તજે મૃત્યુ સમજે દેહ, તેને પામે જીવ આઅ, તેમાં ના સંદેહ । ॥ ॥

તેથી રાતદિવસ મને યાદ કરી લડજે, મન મારામાં રાખજે, મુજને મેળવજે । ॥ ॥

યોગીજન અભ્યાસથી પ્રભુમાં મન જોડે, પ્રભુને પામી લે વડી જ્યારે તન છોડે । ॥ ॥

જ્ઞાની તેમ અનાદી તે સૌના સ્વામી છે, પ્રભુજી પૂર્ણ પ્રકાશ ને અનંતનામી છે । ॥ ॥

અંતસમે તેને કરે યાદ પ્રેમથી જે, મનને જોડે તેમહીં, પામે પ્રભુને તે । ॥ ૧૦ ॥

વેદ કહે અવિનાશી ને મુનિ જેને જાણે, જેને માટે કૈં કરે બ્રહ્મચર્ય ધ્યાને; ॥ ॥

મન અંતરમાં રોકતાં દ્વાર બધા રોકી, યોગી રાખે પ્રાણને મસ્તકમાં રોકી । ॥ ॥

પછી જપે છે પ્રણવને, ધ્યાન ધરે મારું, એમ તજે છે દેહ તે પામે ગતી ચારું । ॥ ॥

સદા કરે છે યાદ જે મુજને પ્રેમ કરી, તે જે મેળવે છે મને, જગને જાય તરી । ॥ ॥

મને મેળવીને ફરી જન્મે ના કોઈ, દુઃખ શોક કે વ્યાધિમાં પડે નહીં કોઈ । ॥ ૧૫ ॥

બ્રહ્મલોક ને લોક સૌ બીજા કૈંક કહ્યા, તેમાં જન્મમરણ થતાં, તે ના અમર ગણ્યા । ॥ ॥

મને જ મેળવવાથકી અમર બને છે લોક, જન્મમરણ સાચે ટળે, ટળે તાપ ને શોક । ॥ ॥

ચાર જાતના યુગ કહ્યા, તે અસુ સાથ મળે, હજાર યુગ બ્રહ્માતણો એક જદિવસ કરે । ॥ ॥

તેવી રાત બને વળી આ બ્રહ્માંડ વિશે, દિવસે જીવો જન્મતા, મરતા રાત વિશે । ॥ ॥

જીવ બધ જન્મે વળી પ્રલય તેઅનો થય, પ્રકટ થાય દિવસે અને રાતે છેક સમાય । ॥ ॥

તેથી ઉત્તમ ચે કહ્યા પ્રભુ સૌના સ્વામી, પ્રલયમાંય તે ન મરે પ્રભુ અનંતનામી । ॥ ૨૦ ॥

અવિનાશી તે ઈશ છે, પરમધામ પણ તે, તેને પામી ન ફરે પાછું કોઈ યે । ॥ ॥

ઉત્તમ ભક્તિ હોય તો તે પ્રભુ દર્શન દે, જગ જેઅમાં છે રહ્યું, વ્યાપક સઘળે તે । ॥ ॥

જ્યારે મરતાં ન કદી જન્મે યોગીજન, જન્મે તે વેળા કહું, સાંભળ રાખી મન । ॥ ॥

અગ્નિ, જ્યોતિ, દિવસ ને શુક્લપક્ષ જો હોય, ઉત્તરાયણે તન તજે, તે પ્રભુ પામે કોય । ॥ ॥

ધુમ્ર, રાત, વદ હોય ને દક્ષિણાયન જો, ચંદ્રલોકને મેળવી ફરી જન્મતા તો । ॥ ૨૫ ॥

શુક્લકૃષ્ણની આ ગતી શાશ્વત છે આ જગમાં, જન્મ થાય છે એકથી, ના જન્મે પરમાં । ॥ ॥

આઅ જાણી યોગી કદી મોહિત નહીં થશે, તેથી સર્વ કાળમાં યોગી તું બનજે । ॥ ॥

વેદયજ્ઞ તપદાનનું પુણ્ય કહ્યું છે જે, યોગી પદને મેળવે તેથી ઉત્તમ તે । ॥ ૨૮ ॥

અધ્યાય ૯: રાજવિદ્યારાજગુહ્યયોગ
શ્રી ભગવાન કહે છે:
ખૂબ જ છૂપું જ્ઞાન ને વળી કહ્યું વિજ્ઞાન, મુક્ત કરે જે અશુભથી, કહું હવે તે જ્ઞાન । ॥ ॥

પવિત્ર ને સુખકર કહી ઉત્તમ વિદ્યા તે, અનુભવ કરવા યોગ્ય ને ઉત્તમ વિદ્યા છે । ॥ ॥

માને ના આ ધર્મને, શ્રદ્ધા ના રાખે, મરે જન્મ લે તે, નહીં મુક્તિરસ ચાખે । ॥ ॥

અખંડ મારું રૂપ આ જગમાં વ્યાપક છે, મારામાં જીવો બધા ખરે રહેલા છે । ॥ ॥

મારા અંશે એ રહ્યા, પૂર્ણરૂપમાં ના, જીવ રહ્યા મુજમાં છતાં હું લેપાઉં ના । ॥ ૫ ॥

વાયુ વહેનારો બધે રહે વ્યોમમાં જેમ, ચરાચર રહે મુજમહીં સમજી લેજે એમ । ॥ ॥

કલ્પાન્તે મારામહીં લય સૌનો યે થાય, કલ્પારંભે મુજથકી સર્જન સૌનું થાય । ॥ ॥

પ્રકૃતિનો આશ્રય લઈ સર્જું વારંવાર, જીવ બધા આ જગતમાં સર્જું વારંવાર । ॥ ॥

એ સર્વે કર્મો મને બંધન ના કરતા, ઉદાસીન નિર્લેપ હું રહું કર્મ કરતાં । ॥ ॥

મારા હાથ તળે રહી પ્રકૃતિ જગત કરે, તેથી જગમાં થાય છે પરિવર્તન સઘળે । ॥ ૧૦ ॥

મનુષ્યરૂપે હું રહ્યો એમ મૂઢ જાણે, વિરાટ મારા રૂપને ના કદી પરમાણે । ॥ ॥

મૂઢ જનૂનાં કર્મ ને વિચાર મેલા હોય, સ્વભાવ હલકો તેમનો, સંસારે રત હોય । ॥ ॥

જ્ઞાન કર્મ આશાતણું ફળ તે ના પામે, મોહમહી પ્રકૃતિથકી સંકટ ના વામે । ॥ ॥

પવિત્ર દિવ્ય સ્વભાવના મહાત્માજનો કો॑ક, ભાવથકી ભજતા મને પામી મૃત્યુલોક । ॥ ॥

મારું કીર્તન તે કરે, યત્ન કરે મુજકાજ, નમે મને, પાળે વળી નિયમો મારેકાજ । ॥ ॥

દ્વૈત તેમ અદ્વૈત ને વિશ્વભાવનાથી, માનીને ભજતા મને કૈંયે જ્ઞાનથકી । ॥ ૧૫ ॥

ઋતુ ને યજ્ઞ સ્વધા વળી ઔષધ ને ધૃત છું, મંત્ર હવન અગ્નિ બની વાસ કરું છું હું । ॥ ॥

આ જગનો છું હું પિતા, માતા ધાતા છું, વેદ તેમ ૐકાર ને ગતિ ને ભર્તા છું । ॥ ॥

શરણ, સર્વનો મિત્ર ને સૌનું કારણ છું, ગતિ, ભર્તા, સાક્ષી વળી અવિનાશી પ્રભુ છું । ॥ ॥

હું વરસાદ કરું વળી તાપ તપાવું છું, સુધારૂપ ને સત્ય છું, મૃત્યુનો પતિ છું । ॥ ॥

યજ્ઞ કરે જે પ્રેમથી તે જન સ્વર્ગે જાય, પુણ્યથકી દૈવી ઘણા ભોગે સ્વર્ગે ન્હાય । ॥ ૨૦ ॥

પુણ્યથાય પૂરું પછી જન્મે પૃથ્વીમાંહ્ય, આવાગમનથકી તે ન છૂટે છે જગમાંહ્ય । ॥ ॥

દર્શન મારું ના કરે ત્યાંલગ મુક્ત ન થાય, કોઈ સુખ ને દુઃખથી કદી ન છૂટી જાય । ॥ ॥

મારું શરણ લઈ કરે મારું ચિંતન જે, તેના કોડ બધા પૂરું, રક્ષું છું તી । ॥ ॥

(મારું શરણ લઈ કરે મારિ ચિંતા જે, તેના કોડ બધા પૂરું, રક્ષું છું તી । ॥ ॥)
અન્ય દેવને જે ભજે, મને જ ભજતા તે, સર્વ જાતના યજ્ઞનો સ્વામી જાણ મને । ॥ ॥

મને જ જાણવાથી જ ના અવગતિને પામે, મને ન જાણે તે સદા દુર્ગતિને પામે । ॥ ॥

દેવ ભજ્યે દેવો મળે, પિતૃ ભજ્યે પિતૃ, ભૂતોથી ભૂતો મળે, મને ભજે મળું હું । ॥ ૨૫ ॥

ફળ કે ફૂલ મને ધરે, પર્ણ તેમ પાણી, ધર્યું ભાવથી સર્વ હું આરૂગું રાજી । ॥ ॥

(ફળ કે ફૂલ મને ધરે, પર્ણ તેમ પાણી, ધર્યું ભાવથી સર્વ હું આરૂગું દાની । ॥ ॥)
તેથી તું જે જે કરે, તપે, દાન દે, ખાય, કરજે અર્પણ તે મને, અહંભાવ ના થાય । ॥ ॥

સારાંનરસાં કર્મથી એમ જ તું છુટશે, ત્યાગ યોગથી ને મને પ્રાપ્ત કરી ચુકશે । ॥ ॥

મારે શત્રુમિત્રના, સૌયે સરખા છે, ભજે ભાવથી તે છતાં નજીક અદકાં છે । ॥ ॥

ખૂબ અધર્મીયે મને ભજે કરીને પ્રેમ, તો તે સંત થઈ જશે પામી મારી રે॑મ । ॥ ॥

શાંતિ પૂર્ણ તે પામશે, ધર્માત્મા બનશે, મારો ભક્ત કદી નહીં અર્જુન નષ્ટ થશે । ॥ ॥

પાપી, સ્ત્રી ને શુદ્રયે ગુણ મારા ગાશે, લેશે મારું શરણ તો ઉત્તમ ગતિ થાશે । ॥ ॥

પછી ભક્ત બ્રાહ્મણ અને જ્ઞાનીનું તો શું, જન્મીને આ જગતમાં મને ભજી લે તું । ॥ ॥

મનથી ભજ મુજએ અને તનથી કર સેવા, કર્મ મને અર્પણ કરી માણી લે મેવા । ॥ ॥

See Also  Hirita Gita In Telugu

જગમાં જોઈને મને વંદન કર હરરોજ, મને પામશે એમ તું કરતાં મારી ખોજ । ॥ ॥

મન વાણીથી ભક્ત થા મારો કેવળ તું, શાંતિ તેમ સુખ પામશે, સત્ય કહું છું હું । ॥ ૩૪ ॥

અધ્યાય ૧૦: વિભૂતિયોગ
શ્રી ભગવાન કહે છે:
ફરીવાર અર્જુન, તું સુણ વચનો મારાં, તારા હિત માટે કહું વચનો તે પ્યારા । ॥ ॥

જન્મ ન મારો જાણતા મહર્ષિ અને દેવ, આદિ દેવ ને ઋશિતણો જાણી મુજને સેવ । ॥ ॥

લોકોનો ઈશ્વર મને જે કોઈ જાણે, દુઃખદર્દથી તે છુટી મુક્તિરસ માણે । ॥ ॥

ક્ષમા સત્ય બુદ્ધિ વળી શમદમ તેમજ જ્ઞાન, સુખ દુઃખ ભય ને અભય, સત્યાસત્ય પ્રમાણ । ॥ ॥

તપ ને સમતા ને દયા, યશ અપયશ ને દાન, ભાવ થતા પ્રાણીતણા તે સૌ મુજથી જાણ । ॥ ૫ ॥

સાત મહર્ષિ ને વળી ચાર જાતના તે, મનુ મારાથી છે થયા, પિતા જગતના જે । ॥ ॥

વિભુતિ તેમજ યોગ આ મારો જાણે જે, જોડાયે દૃઢ યોગથી મારી સાથે તે । ॥ ॥

સૌનો હું સ્વામી, વળી મારામાં આ સર્વ, જ્ઞાની સમજે એમ ને ભજે તજીને ગર્વ । ॥ ॥

મનને પ્રાણથકી મને ભજે કથાય કરે, મારી ચર્ચાથી સદા તૃપ્તિ હર્ષ ધરે । ॥ ॥

અનન્ય પ્રેમી ભક્તને બુદ્ધિ આપું છું, તેથી મુજને મેળવે, બંધન કાપું છું । ॥ ૧૦ ॥

દયા કરીને જ્ઞાનનો દીપ બનું છું હું, રહી હૃદયમાં તેમનું અજ્ઞાન હરું છું । ॥ ॥

અર્જુન કહે છે:
પવિત્ર ઈશ્વર છો તમે, દેવ જગતના તેમ, શશ્વત તેમજ દિવ્ય છો, અજ અવિનાશી તેમ । ॥ ॥

નારદ તેમજ વ્યાસ ને સંત કહે છે એમ, અસિત વ્યાસ દેવલ વળી તમે કહો છો એમ । ॥ ॥

સાચું માનું છું તમે કહો તે બધું હું । દેવ તેમ દાનવ પ્રભો, તમને જાણે શું! ॥ ॥

તમે જ જાણો છો ખરે પૂર્ણ તમારું રૂપ, દેવદેવ ભૂતેશ હે, જગતનાથ, જગભૂપ! ॥ ૧૫ ॥

કેવી રીતે છો તમે વ્યાપક આઅ જગમાં? વિભૂતિથી વ્યાપક થયા કેમ તમે જગમાં? ॥ ॥

ધ્યાન તમારું ધારતા યોગી શે જાણું, ક્યા ભાવથી ચિંતવું, ભક્તિ હું માણુ । ॥ ॥

યોગશક્તિ વિસ્તારથી ફરી કહો મુજને, અમૃત પીતાં થાયના તૃપ્તિ ખરે મુજને । ॥ ॥

શ્રી ભગવાન કહે છે:
ખ્યાલ જ આપું છું તને મારા રૂપ તણો, બરાબર કહું તો તો થાય વિસ્તાર ઘણો । ॥ ॥

પ્રાણી[ઓ]માં હું રહ્યો આત્મરૂપ થઈ, આદિ મધ્ય ને અંત હું સૌનો રહ્યો બની । ॥ ॥

વિષ્ણુ છું, ઊગું વળી જગમાં સૂર્ય બની, મરિચી તેમ જ ચંદ્ર છું હું નક્ષત્ર મહીં । ॥ ॥

સર્વ વેદમાં દિવ્ય તે સામવેદ હું છું, દેવોમાં છું ઈંદ્ર ને મન ને ચેતન છું । ॥ ॥

શંકર રૂદ્રોમાં વળી કુબેર પણ હું છું, અગ્નિ છું, મેરુ થયો પર્વતમાંહી હું । ॥ ॥

દેવોના ગુરુ જે કહ્યા તે જ બૃહસ્પતિ છું, સેનાપતિમાં સ્કન્દ ને સાગર જલમાં છું । ॥ ॥

મહર્ષિમહીં ભૃગુ થયો, હિમાલય બન્યો છું, યજ્ઞોમાં જપયજ્ઞ ને ૐકાર થયો છું । ॥ ૨૫ ॥

વૃક્ષોમાં છું પીપળો, નારદ તેમજ છું, ગંધર્વોમાં ચિત્રરથ, કપિલ સિદ્ધમાં છું । ॥ ॥

અમૃતથી પ્રગટેલ છું અશ્વ અલૌકિક હું, ઐરાવત હાથીમહીં, મનુષ્યમાં નૃપ છું । ॥ ॥

કામધેનું છું ગાયમાં, વજ્ર શસ્ત્રમાં છું, ધર્મપરાયણ કામ છું, વાસુકિ સર્પે હું । ॥ ॥

અનંત નામે નાગ છું, વરુણ તેમજ હું, પિતૃમાં છું અર્યમા, યમીમહીં યમ છું । ॥ ॥

કાલરૂપ છું, દૈત્યમાં પ્રહ્લ્લાદ ખરે છું, પશુમાં સિંહ થયો વળી, ગરુડ ખગમાં છું ॥ । ૩૦ ॥

પવન તેમ પાણીમહીં ગંગા પાવન છું, મગરમચ્છ છું, રામ છું શસ્ત્રવાનમાં હું । ॥ ॥

આદિ મધ્ય ને અ/ન્ત છું આ સૃષ્ટિનો હું, વિદ્યામાં અધ્યાત્મ ને વાદ વિવાદે હું । ॥ ॥

અકાર અક્ષરમાં અને દ્વન્દ સમાસે છું, ધાતા આશ્રય કાલ છું અક્ષર જગનો હું । ॥
જન્મ તેમ મૃત્યુ વળી થઈને રહ્યો છું, સ્ત્રીની સુંદરતા અને વાણી યશ પણ હું । ॥ ॥

ધીરજ તેમ ક્ષમા થયો, ગાયત્રી પણ હું, માસ માગશર ને વળી વસંત ઋતુમાં છું । ॥ ૩૫ ॥

તેજ તેમ જય, બલ અને બુદ્ધિરૂપે છું, છળ કરનારામાં સદા દ્યુત થયેલો છું । ॥ ॥

પાંડવમાં અર્જુન ને વાસુદેવ છું હું, કવિમાં શુક્રાચાર્ય ને મુનિમાં વ્યાસ જ છું । ॥ ॥

નીતિ તેમ શાસકમહીં દંડ થયો છું હું, ગુહ્ય વાતમાં મૌન ને જ્ઞાનસ્વરૂપે છું । ॥ ॥

જગતતણું છું બીજ હું, સુણજે અર્જુન, તું, મારા વિણ તો આ રહે અસ્તિત્વ ખરે શું? ॥ ॥

મારા દૈવીરૂપનો અંત નાજ આવે, આ તો થોડું છે કહ્યું, કોણ બધું ગાવે? ॥ ૪૦ ॥

જે જે સુંદર, સત્ય ને પવિત્ર પ્રેમલ છે, મારા અંશ થકી થયું જાણી લેજે તે । ॥ ॥

બધું જાણીને તું વળી કરીશ અર્જુન શું? મારા એકજ અંશમાં વિશ્વ બધુંય રહ્યું । ॥ ૪૨ ॥

અધ્યાય ૧૧: વિશ્વરૂપદર્શનયોગ
શ્રી ભગવાન કહે છે:
કૃપા કરીને જે કહ્યા હિતના શબ્દ તમે, તેથી મોહ જતો રહ્યો મારો, પ્રભુજી હે! ॥ ॥

ઉત્પત્તિલય જગતનાં સુણ્યા પ્રેમથી મેં, મહિમા જાણ્યો છે વળી તમારા થકી મેં । ॥ ॥

જગના કારણ છો તમે, જગના નાશક છો, રૂપ તમારું વિશ્વમાં કેવુ વ્યાપક હો! ॥ ॥

જોવાને તે રૂપને મુજએ ઈચ્છા થાય, યોગેશ્વર, તે રૂપને બતાવો, હૃદય ચ્હાય । ॥ ॥

જોઈ રૂપ શકીશ હું એવી ખાત્રી હોય, યોગેશ્વર, તો રૂપને બતાવો, હૃદય ચ્હાય । ॥ ॥

(જોઈ રૂપ શકીશ હું એવી ખાત્રી થાય, યોગેશ્વર, તો રૂપને બતાવો, હૃદય ચ્હાય । ॥ ॥)
શ્રી ભગવાન કહે છે:
જો તું મારા રૂપને અનેક રૂપ ભર્યું, અનેકરંગી રૂપ તે, દિવ્ય વિરાટ ધર્યું । ॥ ૫ ॥

રુદ્ર મરુત આદિત્ય ને અશ્વિનીકુમારો, અચરજકારક જો વળી કૈં મહિમા મારો । ॥ ॥

જો આ મારા અંગમાં સારાયે જગને, જે જે જોવું હોય તે બતાવીશ તુજને । ॥ ॥

તારી આંખે ના તને દેખાશે મુજ રૂપ, દૈવી આપું આંખ હું, જો તું દિવ્ય સ્વરૂપ । ॥ ॥

સંજય કહે છે:
એમ કહી યોગીતણા યોગી શ્રી પ્રભુ[એ], દિવ્ય બતાવ્યું રૂપ તે પ્રેમી અર્જુનને । ॥ ॥

આંખ હજારો ને વળી મુખ હતાં હજાર, ઘરેણાં અને વશ્ત્રો હતા ત્યાં ખૂબ અપાર । ॥ ૧૦ ॥

(આંખ હજારો ને વળી મુખ હતાં હજાર, ઘરેણાં અને વશ્ત્રો હતા ત્યાં નહીં પાર । ॥ ૧૦ ॥)
માળા તેમજ ગંધથી શોહિત હતું શરીર, વિરાટ દિવ્ય અનંત ને અચરજપૂર્ણ શરીર ॥ । ॥

હજાર સૂર્ય ઊગે કદી ને પ્રકાશ પથરાય, તેમજ પ્રભુના રૂપનું તેજ બધે પથરાય । ॥ ॥

પ્રભુશરીરમાં અર્જુને જગ આખું જોયું, અનેક રૂપોમાં રહ્યું જગ આખું જોયું । ॥ ॥

અચરજ પામેલો વળી રોમાંચિત અર્જુન, શીશ નમાવીને વદ્યો રોમંચિત અર્જુન । ॥ ॥

અર્જુન કહે છે:
દેવ, તમારા દેહમાં સમાયા બધા લોક, કમળપરે બ્રહ્મા અને ઋષિ પણ ત્યાં છે કો॑ક । ॥ ૧૫ ॥

હાથ તેમ આંખો વળી પેટ ગણી ન શકાય, આદિ મધ્ય કે અંત આ રૂપતણો ન જણાય । ॥ ॥

મુકુટ ગદા ને ચક્રથી શોભે દિવ્ય સ્વરૂપ, તેજતણો અંબાર આ જો[ઈ] ન શકું રૂપ । ॥ ॥

વિરાટ તેમ પ્રદીપ્ત છે દિવ્ય તમારું રૂપ, ચારે બાજુ દેખતો દિવ્ય તમારું રૂપ । ॥ ॥

અમર તમે, ઉત્તમ તમે, ફક્ત જાણવાજોગ, ધર્મતણા રક્ષક તમે, એક અનન્ય અમોઘ । ॥ ॥

જગના આશ્રય, આદિ ને અંત વિનાના છો, સનાતન, બલી, વિશ્વને તપાવી રહ્યા છો । ॥ ॥

સૂર્યચંદ્રની આંખ છે, હાથ હજાર વળી, અગ્નિ જેવા વદનના, રહ્યા પ્રકાશ કરી । ॥ ॥

પૃથ્વી ને આકાશમાં વ્યાપક એક તમે, સર્વ દિશામાં છો રહ્યા દિવ્ય સ્વરૂપ તમે । ॥ ॥

ઉગ્ર રૂપ જોઈ થયા ભયભીત બધા લોક, પ્રવેશી રહ્યા રૂપમાં દેવજનો પણ કો॑ક । ॥ ૨૦ ॥

દેવ તમોને વંદતા વંદે ઋષિ પણ તેમ, સ્તવન કરે છે સિદ્ધ સૌ, ગાન ગાય ના કેમ? ॥ ॥

રુદ્ર તેમ વસુ, સાધ્ય ને વિશ્વદેવ ગંધર્વ, પિતૃ યક્ષો સિદ્ધ સૌ જુએ તજીને ગર્વ । ॥ ॥

કુમાર મરુતગણો વળી અચરજથી જોતા, મહાન જોઈ રૂપને ભાન બધું ખોતા । ॥ ॥

અનેક મુખ નેત્ર ને બાહુ તેમ પગ છે, દાઢ ભયંકર દેખતાં ભીત થયું જગ છે । ॥ ॥

નભને અડનારું વળી રંગતેજમય રૂપ, વિશાળ નયને ઓપતું દિવ્ય વિરાટ સ્વરૂપ । ॥ ॥

વ્યથા થાય છે દેખતાં, પ્રાણ ખરે ગભરાય, ધીરજ ખૂટી જાય ને મનની શાંતિ હરાય । ॥ ॥

પ્રલયકાર અંગારશું જોઈ ઉગ્ર સ્વરૂપ, જ્ઞાઅવ્યવસ્થા ના રહે, પ્રસન્ન હો જગભૂપ । ॥ ॥

ધૃતરાષ્ટ્રતણા પુત્ર સૌ કૈં રાજાની સાથ, ભીષ્મ દ્રોણ કે કર્ણ આ, વીર અમારા લાખ । ॥ ॥

ઘોર તમારા વદનમાં સર્વે પ્રવેશે છે, ચોંટે દાંતે, કૈંકના મસ્તક તૂટે છે । ॥ ॥

નદી હજારો જાય છે સાગરમાહીં જેમ; લાખો લોકો પેસતા વદન તમારે તેમ । ॥ ॥

પતંગિયું દીવે પડે મરવા માટે જેમ, લાખો લોકો પેસતા વદન તમારે તેમ । ॥ ॥

જીભ તમે ચાટો ગળી જલદમુખે સૌ લોક, ઉગ્ર પ્રભાથી તેજથી ભરી રહ્યા છે લોક । ॥ ૩૦ ॥

ઉગ્ર રૂપના કોણ છો દેવ, કહો મુજને, મૂળ રૂપ ધારો, પડે સમજ કૈં ન મુજને । ॥ ॥

શ્રી ભગવાન કહે છે:
કાળ લોકનો હું થયો નાશકાજ તૈયાર, નહીં હોય તું તોય આ વીર બધા મરનાર । ॥ ॥

તેથી ઊભો થા, લડી, રાજ્ય કરી, યશ લે, નિમિત્ત થા તું તો હવે, વીર હણ્યા છે મેં । ॥ ॥

(તેથી ઊભો થા, લડી, રાજ્ય કરી, યશ લે, નિમિત્ત થા તું તો હવે, વીર હણ્યા મેં । ॥ ॥)
દ્રોણ ભીષ્મ ને કર્ણ ને જયદ્રથ વીર હજાર, હણેલ મેં તું હણ હવે, ચિંતા કર ન લગાર । ॥ ॥

યુદ્ધ કરી લે ભય તજી, વિજય થશે તારો, શત્રુને તું મારશે, વિજય થશે તારો । ॥ ॥

વચનો આવા સાંભળી, વંદન ખૂબ કરી, ગદ્ ગદ્ સ્વરથી બોલિયો અર્જુન પ્રેમ ધરી । ॥ ૩૫ ॥

અર્જુન કહે છે:
હરખાયે સૌ લોક ને કીર્તિ તમારી ગાય, રાક્ષસ નાસે ભયથકી, સિદ્ધ નમે ને ગાય । ॥ ॥

કેમ નએ ના તે બધા, સૌના આદિ તમે, અનંત વિશ્વાધાર છો, અક્ષર પરમ તમે । ॥ ॥

મૂળ સર્વના છો તમે, છો જગત આધાર, પરમધામ સર્વજ્ઞ છો સૌના સર્જનહાર । ॥ ॥

(મૂળ સર્વના છો તમે, છો જગતના આધાર, પરમધામ સર્વજ્ઞ છો સૌના સર્જનહાર । ॥ ॥)
પુરાણ પુરુષ છો તમે, વળી સૌના જ્ઞાતા છો, જ્ઞેયરૂપ છો, સર્વ ને સર્વથકી પર છો । ॥ ॥

(પુરાણ પુરુષ તમે, વળી સૌના જ્ઞાતા છો, જ્ઞેયરૂપ છો, સર્વ ને સર્વથકી પર છો । ॥ ॥)
યમ, અગ્નિ ને વાયુ ને વરુણ ચંદ્ર તમે, બ્રહ્મા, બ્રહ્માના પિતા, અનંત રૂપ તમે । ॥ ॥

વ્યાપક વિશ્વમહીં વળી વિશ્વથકી પર છો, નમું હજારોવાર ને નમન ફરી પણ હો । ॥ ॥

આગળ પાછળથી નમું, ચારે તરફ નમું, અખૂટ બલભંડાર હે, વારંવાર નમું । ॥ ॥

અનંતવીર્ય, તમે સદા સૌમાં વ્યાપક છો, સર્વરૂપ છો હે પ્રભો, જીવનદાયક છો । ॥ ૪૦ ॥

મિત્ર માનતાં મેં કહ્યાં હશે વચન કપરાં, પ્રેમ તેમ અજ્ઞાનથી વચન કહ્યાં કપરાં । ॥ ॥

કૃષ્ણ, સખા, યાદવ હશે એમ કહેલું મેં, મહિમાને જણ્યાવિના કહ્યું ભૂલથી કે; ॥ ॥

બીજાની સામે વળી એક હશો ત્યારે, રમતાં, સૂતાં, બેસતાં, કે ભોજનકાળે; ॥ ॥

વારંવાર કહ્યું હશે તેમ વળી અપમાન, તે સૌ માફ કરો મને, માગું છું વરદાન । ॥ ॥

જડચેતનના છો પિતા, પૂજ્ય વળી ગુરુ છો, તમારા સમો અન્ય ના શ્રેષ્ઠ કોણ છે તો? ॥ ॥

પૂજ્ય દેવ તેથી નમું કાય નમાવી હું, પ્રાર્થુ વારંવાર આ શીશ નમાવી હું । ॥ ॥

ક્ષમા કરે સુતને પિતા, મિત્ર મિત્રને જેમ, માફ કરે પ્રિયને પ્રિય, માફ કરી દો તેમ । ॥ ॥

અપૂર્વ જોઈ રૂપ આ વ્યથા તેમ ભય થાય, દેવરૂપને તો ધરો, ભય આ મારો જાય । ॥ ॥

દૈવી રૂપ ધરો હવે, હે દેવેશ, તમે, પ્રસન્ન થાઓ વિશ્વના હે આધાર તમે । ॥ ॥

ગદા મુકુટ ને ચક્રને ધારી પ્રભુ, પ્રકટો, વિરાટ રૂપ ત્યજી દઈ ચતુર્ભુજ પ્રકટો । ॥ ॥

શ્રી ભગવાન કહે છે:
પ્રસન્ન બનતાં રૂપ આ તને બતાવ્યું મેં, કોઈયે તારા વિના જોયું નથી જ તે । ॥ ॥

શ્રેષ્ઠ તેજમય આદ્ય ને અનંત મારું રૂપ, આત્મયોગના બલ થકી દિવ્ય બતાવ્યું રૂપ । ॥ ॥

વેદ, દાન ને યજ્ઞથી, તીરથ કે તપથી, જોવાયે ના રૂપ આ, જ્ઞાન અને જપથી । ॥ ॥

મૂઢભાવ ભય છોડ તું, નિર્ભયતાને ધાર, દિવ્ય રૂપને જો હવે, વ્યથા હૃદયની ટાળ । ॥ ॥

સંજય કહે છે:
એમ કહી પ્રભુ[એ] ધર્યું ફરી દિવ્ય નિજરૂપ, આશ્વાસન આપ્યું વળી ધરતાં શાંત સ્વરૂપ । ॥ ૫૦ ॥

અર્જુન કહે છે:
જો[ઈ] માનવ રૂપ આ હવે તમારું શાંત, સ્વસ્થ થયો છું ને વળી મુજને થ[ઈ] નિરાંત । ॥ ॥

(જો[ઈ] માનવ રૂપ આ હવે તમારું શાંત, સ્વસ્થ થયો છું ને વળી મુજને છેક નિરાંત । ॥ ॥)
શ્રી ભગવાન કહે છે:
જોવું જે મુશ્કેલ તે જોયું તેં મુજ રૂપ, દેવો પણ ઝંખી રહ્યા જોવા મારું રૂપ । ॥ ॥

જે રૂપે જોયો મને તેમ જુ[એ] કો॑ ના, વેદ યજ્ઞ તપ દાનથી શ્કે નિહાળી ના । ॥ ॥

ભક્તિ ખૂબ જ હોય તો આવું દર્શન થાય, જ્ઞાન થાય મારું અને ભેદ બધાયે જાય । ॥ ॥

ભક્ત બને મારો જ જે, સંગદોષ છોડે, મુજને ઝંખે તે જગે તરે અને તારે । ॥ ॥

કર્મ કરે મુજ કાજ જે, સંગદોષ છોડે, પ્રાપ્ત કરે મુજને જ તે, બંધન સૌ તોડે । ॥ ૫૫ ॥

અધ્યાય ૧૨: ભક્તિયોગ
અર્જુન કહે છે:
તમ સાકાર પ્રભુની ભક્તિ કો[ઈ] કરે, ને કો[ઈ] નિરાકાર બ્રહ્મને પૂજે । ॥ ॥

(જોડાઈ તમ સાથ જે ભક્તિ ભક્ત કરે, અવિનાશી અવ્યક્તની ભક્તિ તેમ કરે । ॥ ॥)
તે બન્નેમાં માનવો ઉત્તમ યોગી કોણ? પ્રશ્ન થાય મુજને, કહો ઉત્તમ યોગી કોણ? ॥ ૧ ॥

(તે બન્નેમાં માનવો ઉત્તમ યોગી કોણ? પ્રશ્ન થાય મુજને, હશે ઉત્તમ યોગી કોણ? ॥ ૧ ॥)
શ્રી ભગવાન કહે છે:
મારામાં મન જોડતાં, શ્રદ્ધા ખૂબ કરી, સંધા[ઈ] મુજ સાથ જે મુજને સર્વ ધરી, ॥ ॥

કરતાં ભક્તિ માનજે ઉત્તમ તું તેને, ઉત્તમ યોગી મુજમહીં આસક્તિ જેને । ॥ ૨ ॥

અવિનાઅશી અવ્યક્ત ને અચિંત્ય બ્રહ્મ સ્વરૂપ, સર્વવ્યાપક જે ભજે સ્થિર કુટસ્થ સ્વરૂપ, ॥ ॥

(અવિનાઅશી અવ્યક્ત ને અચિંત્ય મારૂં રૂપ, સર્વવ્યાપક જે ભજે સ્થિર કુટસ્થ સ્વરૂપ, ॥ ॥)
ને સમબુદ્ધિ ધારી બને જે ઈન્દ્રિયસ્વામી, સૌનું હિત કરનાર તે પણ અંતે જાય મને પામી । ॥ ॥

(સમબુદ્ધિ ધારી બને જે ઈન્દ્રિયસ્વામી, સૌનું હિત કરનાર તે જાય મને પામી । ॥ ॥)
નિરાકાર બ્રહ્મ ભજ્યે ક્લેશ ઘણો થાયે, દેહવાન અવ્યક્તમાં દુઃખ થકી જાયે । ॥ ૫ ॥

બધાં કર્મ અર્પી મને મત્પર જે જન થાય, અનન્ય ભાવે જે ભજે ધરતાં ધ્યાન સદાય; ॥ ॥

મૃત્યુલોકથી તેમનો કરવામાં ઉદ્ધાર, વિલંબ ના હું કદી કરું જેને મન હું સાર । ॥ ॥

મારામાં મન રાખ ને બુદ્ધિ મુજમાં ધાર, પ્રાપ્ત કરીશ મને પછી, શંકા કર ન લગાર । ॥ ॥

મારામાં જો ચિત્તને સ્થિર કરી ન શકાય, અભ્યાસતણા યોગથી કર તો યત્ન સદાય । ॥ ॥

અભ્યાસ થકી જો મને પ્રાપ્ત કરી ન શકે, મારે માટે કર્મ તો કર તે યોગ્ય થશે । ॥ ॥

(અભ્યાસ થકી જો મને પ્રાપ્ત કરી ન શકે, મારે માટે કર્મ તો કર તે યોગ્ય હશે । ॥ ॥)
મુજ માટે કર્મો કરી સિદ્ધિ મેળવશે, મારે માટે કર્મ કર તો તે યોગ્ય થશે । ॥ ૧૦ ॥

જો તે ના જ કરી શકે, શરણ લ[ઈ] મારું, સર્વ કર્મફળ ત્યાગ તું, તો ય થશે સારું । ॥ ॥

જ્ઞાન શ્રેષ્ઠ અભ્યાસથી મંગલકારક છે, ધ્યાન વધે છે જ્ઞાનથી એમ કહેલું છે । ॥ ॥

ધ્યાન થકી છે કર્મના ફલનો ત્યાગ મહાન, શાંતિ મળે છે ત્યાગથી એમ સદાયે જાણ । ॥ ॥

સર્વ જીવ પર મિત્રતા, દયા પ્રેમ જેને, મમતા મદ ને વેરને દૂર કર્યા જેણે । ॥ ॥

સમાન સુખ ને દુઃખમાં, ક્ષમાશીલ છે જે, સંતોષી ને સંયમી યોગી તેમ જ જે । ॥ ॥

મન બુદ્ધિ અર્પણ કરી મને ભજે છે જે, દૃઢ નિશ્ચયથી, તે મને ભક્ત ખરે પ્રિય છે । ॥ ॥

(મન બુદ્ધિ અર્પણ કરી મને ભજે છે જે, દૃઢ નિશ્ચયથી, છે મને ભક્ત ખરે પ્રિય તે । ॥ ॥)
દુભવે કો[ઈ]ને નહીં, કો[ઈ]થી ન દુભાય, હર્ષ શોક ભયને તજ્યાં; પ્રિય તે ભક્ત ગણાય । ॥ ૧૫ ॥

વ્યથા તેમ તૃષ્ણા નથી, દક્ષ શુદ્ધ છે જે, ઉદાસીન સંસારથી, પ્રિય છે મુજને તે । ॥ ॥

હર્ષ શોક આશા અને વેર કરે ના જે, મોહે ના શુભ અશુભથી, પ્રિય છે મુજને તે । ॥ ॥

માન વળી અપમાન હો, શત્રુ મિત્ર કે હોય, કરે ખૂબ ગુણગાન કે નિંદા છોને કો॑ય । ॥ ॥

તુષ્ટ રહે પ્રારબ્ધથી, સુખદુઃખે ન ડગે, સંગ તજે, સમતા ધરે, ના બંધાય જગે । ॥ ॥

ઉપાધિ ના જેને વળી ઘરમાં ના મમતા, સ્થિરબુદ્ધિ જે ભક્ત તે ખૂબ મને ગમતા । ॥ ॥

ધર્મતણું અમૃત આ શ્રદ્ધાપૂર્વક જે, પી[એ] ભક્તજનો મને ખૂબ ગમે છે તે । ॥ ॥

મારું શરણ લ[ઈ] સદા ભક્ત ભજે છે જે, ધર્મસારને સમજતાં, પ્રિય ચે મુજને તે । ॥ ૨૦ ॥

અધ્યાય ૧૩: ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગ
શ્રી ભગવાન કહે છે:
આ શરીર અર્જુન હે, ક્ષેત્ર એમ કહેવાય, જે જાણી લે તેહને તે ક્ષેત્રજ્ઞ ગણાય । ॥ ॥

સર્વ સરીરોમાં મને ક્ષેત્રજ્ઞ ખરે જાણ, જ્ઞાન ક્ષેત્રક્ષેત્રજ્ઞનું જ્ઞાન સત્ય તે માન । ॥ ॥

ક્ષેત્ર તેમ ક્ષેત્રજ્ઞ શું, પ્રભાવ તેનો શું, વિકાર તેના, તે બધું કહું ટૂંકમાં હું । ॥ ॥

વિવિધ છંદમાં આ કહ્યું જ્ઞાન કૈંક ઋષિ[એ], બ્રહ્મસૂત્રનાં પદમહીં તેને ગાયું છે । ॥ ॥

મહાભૂત બુદ્ધિ વળી અવ્યક્ત અહંકાર, દશ ઈન્દ્રિયો મન અને પાંચ વિષય વિસ્તાર । ॥ ॥

ઈચ્છા સુખ ને દુઃખ ને દ્વેષ ચેતના તેમ, દ્યુતિ સંઘાત કહેલ છે ક્ષેત્ર વિકારી એમ । ॥ ૫-૬ ॥

માની ના બનવું વળી દંભ દર્પ તજવાં, દયા રાખવી, જીવને કો॑દી ના હણવાં । ॥ ॥

બુરું કરે કો[ઈ] કદી તોય ક્ષમા કરવી, સરલ હૃદય ને પ્રેમથી વાત સદા કરવી । ॥ ॥

પૂજ્ય ગુરુને માનવા, સ્વચ્છ સદા રે॑વું, ચંચળતાને છોડવી, મન જીતી લેવું । ॥ ॥

ઈન્દ્રિયોના સ્વાદમાં સુખ ના કદી જોવું, કામ ક્રોધ અભિમાનને મૂકી મન ધોવું । ॥ ॥

જન્મ થાય ને મરણ ને રોગ વળી થાયે, ઘડપણ આવે એમ આ જીવન તો જાયે । ॥ ॥

(જન્મ થાય છે મરણ ને રોગ વળી થાયે, ઘડપણ આવે એમ આ જીવન તો જાયે । ॥ ॥)

એમ દુઃખ દોષો બધા જીવનના જોવા, વૈરાગ્ય તણા લેપથી વિકાર સૌ ધોવા । ॥ ॥

સ્ત્રી ઘર સંતાને નહીં મમતા રતિ કરવી, સરા નરસા સમયમાં ધીરજને ધરવી । ॥ ॥

અનન્ય ભાવ કરી સદા મુજ ભક્તિ કરવી, જનસમૂહની પ્રીત ના સ્વપ્ને પણ કરવી । ॥ ૧૦ ॥

શાંત સ્થળે રે॑વું, વળી કરવો ત્યાં અભ્યાસ, જ્ઞાન મેળવી પામવા ઈશ્વરને તો ખાસ । ॥ ॥

(શાંત સ્થળે રે॑વું, વળી કરવો ત્યાં અભ્યાસ, જ્ઞાન મેળવી પામવા ઈશ્વરને અભ્યાસ । ॥ ॥)
જીવનનું ધન માનતાં મેળવવો મુજને, આ સૌ જ્ઞાન-તણાં કહ્યાં લક્ષણ મેં તુજને । ॥ ॥

તે જ જાણવા જોગ છે જેથી અમર થવાય, અનાદી તે પરબ્રહ્મને સત્યાસત્ય ગણાય । ॥ ॥

(તે જ જાણવા જોગ છે જેથી અમર થવાય, અનાદી તે પરબ્રહ્મના સત્યાસત્ય ગણાય । ॥ ॥)
તે ઈશ્વરને જાણજે, જે વ્યાપક સઘળે, બધે હાથ પગ આંખ છે, શિર જેનાં સઘળે । ॥ ॥

ગુણપ્રકાશક તેમ છે ઈન્દ્રિયથી પર તે, ધારણકર્તા સર્વના અનાસક્ત પણ છે । ॥ ॥

(ગુણપ્રકાશક તેમ છે ઈન્દ્રિયથી પર તે, ધારણ કરતા સર્વના અનાસક્ત પણ છે । ॥ ॥)
ચરાચર બધા જીવની બહાર અંદર છે, સુક્ષ્મ ખૂબ છે, એટલે અગમ્ય તે પ્રભુ છે । ॥ ॥

દૂર રહ્યા તે તોય છે હૃદયે ખૂબ જ પાસ, સૌને સરજી પાળતા, કરતા સૌનો નાશ । ॥ ૧૫ ॥

સમગ્ર જીવોમાં રહ્યા વિભક્ત જેવા તે, પોષક સૌના જ્ઞેય ને નાશક સર્જક છે । ॥ ॥

પ્રકાશનાય પ્રકાશ તે, અંધકારથી દૂર, હૃદયમાં રહ્યા સર્વના, જ્ઞાન પ્રેમના પૂર । ॥ ॥

જ્ઞાન, જ્ઞેય ને ક્ષેત્રને કહ્યું ટુંકમાં મેં, ભક્ત ભાવ મુજ મેળવે જ્ઞાન મેળવી તે । ॥ ॥

પ્રકૃતિ પુરુષ અનાદિ છે એમ ખરે તું જાણ, વિકાર ને ગુણ ઉપજ્યા પ્રકૃતિમાંથી માન । ॥ ॥

કારણ તેમ જ કાર્યને છે પ્રકૃતિ કરનાર, પુરુષ સુખ દુઃખના ભોગો ભોગવનાર । ॥ ૨૦ ॥

પ્રકૃતિના ગુણનો પુરુષ જો થાયે ભોગ, તેથી તેને થાય છે જન્મમરણનો રોગ । ॥ ॥

(પ્રકૃતિના ગુણનો કરે પુરુષ સદાયે ભોગ, તેથી તેને થાય છે જન્મમરણનો રોગ । ॥ ॥)
સાક્ષી પાલક સર્વના મહેશ્વર કહ્યા તે, પરમાત્મા ઉત્તમ વળી આ શરીરમાં છે । ॥ ॥

પરમ પુરુષ તે તો સદા દેહે વાસ કરે, દૃષ્ટા મંતારૂપ તે સૌમાં વાસ કરે । ॥ ॥

પુરુષ તેમ ગુણ સાથ જે પ્રકૃતિને જાણે, કો[ઈ] સ્થિતિમાં તે નહીં ફરી જન્મ પામે । ॥ ॥

કો[ઈ] પ્રભુને ધ્યાનમાં હૃદયે દેખે છે, કો[ઈ] જ્ઞાનથકી કરી કર્મે પેખે છે । ॥ ॥

બીજા પાસે સાંભળી પ્રભુને ભજતા જે, તરી જાય છે મોતને સુણનારાયે તે । ॥ ૨૫ ॥

જડ ને ચેતન જન્મતું જે કૈં પણ દેખાય, તે પ્રકૃતિ ને પુરુષના સમાગમ થકી થાય । ॥ ॥

સમાનરૂપે સર્વમાં વસી રહ્યા પ્રભુ તે, તેને જે જોતા સદા જોતા સાચું તે । ॥ ॥

વિનાશી બધી વસ્તુમાં અવિનાશી પ્રભુ તે, તેને જે જોતા સદા જોતા સાચું તે । ॥ ૨૭ ॥

આત્મા જેવા અન્યને તે ન કદી મારે, વિનાશી જગે જે સદા પ્રભુને ભાળે । ॥ ॥

પ્રકૃતિ કર્મ કરે બધાં, આત્મા કૈં ન કરે, એમ જાણતા જાણતા સાચું, તે જ તરે । ॥ ॥

ભિન્ન જીવ પ્રભુમાં રહ્યા તે પ્રભુથી થાયે, સમજે એવું તેમને પ્રભુ પ્રાપ્તિ થાયે । ॥ ૩૦ ॥

પરમાત્મા અવિનાશી ને અનાદિ નિર્ગુણ આ, કૈં ન કરે દેહે રહી કે લેપાયે ના । ॥ ॥

વ્યાપક તોયે સૂક્ષ્મ, ના લિપ્ત થાય આકાશ, આત્મા તેમ જ અંગમાં ના લેપાયે ખાસ । ॥ ॥

સૂર્ય જેમ એક જ છતાં બધે પ્રકાશ કરે, આત્મા તેમ જ દેહમાં બધે પ્રકાશ ધરે । ॥ ॥

ક્ષેત્ર તેમ ક્ષેત્રજ્ઞ ને જીવ પ્રકૃતિ જ્ઞાન, મોક્ષ વળી જે જાણતા, તે થતા કલ્યાણ । ॥ ૩૪ ॥

(ક્ષેત્ર તેમ ક્ષેત્રજ્ઞ ને જીવ પ્રકૃતિ જ્ઞાન, મોક્ષ વળી જે જાણતા, તે કરતા કલ્યાણ । ॥ ૩૪ ॥)

અધ્યાય ૧૪: ગુણત્રયવિભાગ યોગ
શ્રી ભગવાન કહે છે:
ફરીથી કહું છું તને જ્ઞાન તણું યે જ્ઞાન, જેને જાણી મુનિવરો પામ્યા છે કલ્યાણ । ॥ ॥

પામીને આ જ્ઞાનને જે મુજને મળતાં, તે કલ્પે ના જન્મતા, પ્રલયે ના મરતા । ॥ ॥

પ્રકૃતિ મારી યોનિ છે, તેમાં પ્રાણ ધરું, તેથી વિશ્વ વિરાટ આ જન્મે છે સઘળું । ॥ ॥

ભિન્ન યોનિમાં જીવ જે જગમાં જન્મ ધરે, પિતા તેમનો ગણ મને, પ્રકૃતિ માત ખરે । ॥ ॥

સત્વ રજ અને તમ ત્રણે પ્રકૃતિના ગુણ છે, શરીરમાં લપટાવતા માણસને ગુણ તે । ॥ ૫ ॥

સત્વગુણ ખરે શુદ્ધ છે, રૂપ તેજનું છે, સુખની તેમજ જ્ઞાનની સાથે બાંધે છે । ॥ ॥

રજોગુણ ઉઠે રાગથી, તૃષ્ણાથી તે થાય, કર્મમહીં માનવ સદા તેનાથી બંધાય । ॥ ॥

અજ્ઞાન થકી ઊપજે વળી તમો-ગુણ તો, પ્રમાદ આળસ ઊંઘથી બાંધે છે તે તો । ॥ ॥

સુખ આપે છે સત્વ ગુણ, રજ કર્મે દોરે, તમ તો જ્ઞાન હરે, ભરે આળસને જોરે । ॥ ॥

રજ ને તમ ને ઢાંકતા વધે સત્વગુણ આ, રજોગુણ વધે ને કદી વધે તમોગુણ આ । ॥ ૧૦ ॥

રોમરોમમાં અંગમાં પ્રકાશજ્ઞાન છવાય, સત્વગુણ વધ્યો તો ખરે, જોતાં એમ ગણાય । ॥ ॥

લોભ પ્રવૃત્તિ થાય ને તૃષ્ણા વધતી જાય, રજોગુણ વધ્યે કાબુ ના ઈન્દ્રિયોનો થાય । ॥ ॥

વિવેક તુટે, મોહ ને પ્રમાદ આળસ થાય, તમોગુણ વધે તે સમે લક્ષણ આમ જણાય । ॥ ॥

સત્વગુણ મહીં મોત જો કો[ઈ] જનજું થાય, તો તે ઉત્તમ લોકમાં શુદ્ધ લોકમાં જાય । ॥ ॥

See Also  Sri Rama Gita In English

રજોગુણ મહીં જો મરે, કર્મીજનમાં જાય, મૂઢયોનિમાં જાય જો મોત તમ મહીં થાય । ॥ ૧૫ ॥

સત્કર્મ તણું સાત્વિક તેમજ નિર્મલ ફલ સાચે જ મળે;
રજનું ફલ છે દુઃખ, તેમ તમનું ફલ છે અજ્ઞાન ખરે । ॥ ॥

સત્વગુણ થકી જ્ઞાન ને લોભ રજ થકી થાય, મોહ તેમ અજ્ઞાન ને પ્રમાદ તમથી થાય । ॥ ॥

સત્વિક ગતિ ઉત્તમ લભે, રાજસ મધ્યમને, તમોગુણી લોકો લભે સદા અધમ ગતીને । ॥ ॥

કર્મતણો કર્તા નથી ગુણો વિના કો[ઈ], આત્મા ગુણથી પર સદા, સમજે એ કો[ઈ], ॥ ॥

ત્યારે તે મુજ ભાવને પ્રાપ્ત થ[ઈ] જાયે, નિર્વિકાર બનતાં મને પ્રાપ્ત થ[ઈ] જાયે । ॥ ॥

આ ત્રણ ગુણને જીતીને જે તેથી પર થાય, જન્મજરાથી તે છૂટી અમૃતરસમાં ન્હાય । ॥ ૨૦ ॥

(આ ત્રણ ગુણને જીતતાં જે તેથી પર થાય, જન્મજરાથી તે છૂટી અમૃતરસમાં ન્હાય । ॥ ૨૦ ॥)
અર્જુન કહે છે:
આ ત્રણ ગુણને જીતતાં જે તેથી પર થાય, કેવા લક્ષણથી કહો તેની ઓળખ થાય । ॥ ॥

(આ ત્રણ ગુણને જીતતાં જે તેથી પર થાય, કેવા લક્ષણથી કહો તેની ઓળખ થાય । ॥ ॥)
શ્રી ભગવાન કહે છે:
મોહથી ચળે તે નહીં, કર્મે ના લેપાય, દ્વેષ કરે ના કર્મ કે શાંતિને ના ચ્[હા]ય । ॥ ॥

ઉદાસીન જેવો રહે, ગુણથી ચલિત ન થાય, ગુણો વર્તતા ગુણમહીં સમજી ચલિત ન થાય । ॥ ॥

સુખ ને દુઃખમહીં રહે શાંત ચિત્ત જેનું, માટી સોનું પત્થરે સરખું મન તેનું । ॥ ॥

કો[ઈ] નીંદે કે કરે કોઈ ભલે વખાણ, માન કરે, કોઈ કરે છો ને કે અપમાન । ॥ ॥

બધી દશામાં તે રહે શાંત પ્રસન્ન સમાન, સરખા શત્રુ મિત્ર છે, ગુણાતીત તે જાણ । ॥ ૨૫ ॥

ખૂબ પ્રેમભક્તિ કરે મારે માટે જે, ગુણને જીતી પ્રભુસમો બની જાય છે તે । ॥ ॥

અમર વિનશ્વર બ્રહ્મની પ્રતિષ્ઠા મને જાણ, સુખ ને શાશ્વત ધર્મનો આધાર મને માન । ॥ ૨૩ ॥

અધ્યાય ૧૫: પુરુષોત્તમયોગ
શ્રી ભગવાન કહે છે:
અવિનાશી આ જગતને કહ્યો પીપળો છે, તેનો જાણે સાર જે જ્ઞાની સાચો તે । ॥ ॥

ગુણોથી વધી, વિષયના મૃદુ પત્રોવાળી, શાખા તેની ઉપર ને નીચે છે સારી ॥ । ॥

મનુષ્યલોકમાં કર્મથી બાંધનાર છે તે, નીચે શાખા, ઉપર છે મૂળ વૃક્ષનું એ । ॥ ॥

સ્વરૂપ તેનું સ્[હે]જમાં સમજી ના જ શકાય, આદિ અંત સંસારનાં સમજી ના જ શકાય । ॥ ॥

લોકો પાછા આવતા કદી જ્યાંથી ના, તે ઉત્તમપદ પામવું જન્મ ધરીને આઅ । ॥ ॥

(જ્યાંથી પાછા આવતા જ્ઞાની લોકો ના, તે ઉત્તમપદ પામવું જન્મ ધરીને આઅ । ॥ ॥)
જેનાથી આ જગતની પ્રવૃત્તિ ચાલે, તે પરમાત્મા પામવા જગને જે પાળે; ॥ ॥

દૃઢ આ દ્રુમ સંસારનું એમ વિચારી જે, અનાસક્તિના શસ્ત્રથી છેદે બુધજન તે । ॥ ॥

માન મોહ આસક્તિના દોષ નથી જેને, આત્માગ઼્યાનમાં મગ્ન છે, કામ નથી જેને;
સુખ ને દુઃખ છે સમ બધાં દ્વંદથકી પર છે, તેવા જ્ઞાની પામતા અવિનશી પદને । ॥ ૫ ॥

(સુખ ને દુઃખસમાં બધાં દ્વંદથકી પર છે, તેવા જ્ઞાની પામતા અવિનશી પદને । ॥ ૫ ॥)
અગ્નિ સૂરજ ચંદ્ર ના જેને તેજ કરે, જન્મમરણથી મુક્ત તે મારું ધામ ખરે । ॥ ॥

(અગ્નિ સૂરજ ચંદ્ર ના જેને તેજ ધરે, જન્મમરણથી મુક્ત તે મારું ધામ ખરે । ॥ ॥)
જીવ અંશ મારો થઈ શરીરમાં વસતો, ઈન્દ્રિયો ને મનતણું આકર્ષણ કરતો । ॥ ॥

સુવાસ કોઈ ફૂલની પવન લઈને જાય, તેમ જીવ આ અંગથી મૃત્યુ સમયે જાય । ॥ ॥

આંખ કાન ને નાક ને જીભ ત્વચા મનને, સાધન કરતાં ભોગવે જીવ વિષય રસને । ॥ ॥

જીવ દેહથી જાય છે, દેહે ભોગ કરે, મૂઢ જુ[એ] એન નહીં, દર્શન સંત કરે । ॥ ૧૦ ॥

યોગી યત્ન કરી જુએ અંતરમાં તેને, યત્ન કર્યે પણ ના જુએ ચંચળજન એને । ॥ ॥

અગ્નિ સૂરજ ચંદ્રમાં જે કૈં તેજ જણાય, તેજ તે બધું મેં ધર્યું, મારું એમ ગણાય । ॥ ॥

ધારું છું હું જગતને પૃથ્વી ના રૂપમાં, પોષું છું ને ઔષધિ ઢળી ચંદ્રરસમાં । ॥ ॥

જઠરાગ્નિ બનતાં રહ્યો શરીરમાંયે હું, ચાર જાતના અન્નને હું જ પચાવું છું । ॥ ॥

સૌના હૈયે છું રહ્યો જીવનપ્રાણ થઈ, જ્ઞાન, જ્ઞાનનું મૂળ છું, સાચી વાત કહી । ॥ ॥

સંશયનાશક જ્ઞાન ને સ્મૃતિનો દાતા હું, વેદાંત ને વેદનો જાણનાર પણ છું । ॥ ૧૫ ॥

આત્મા તો અવિનાશ છે, છે શરીરનો નાશ, ક્ષર ને અક્ષર વસ્તુનો એમ વિશ્વમાં વાસ । ॥ ॥

પરમાત્મા બીજા વળી એથી ઉત્તમ છે, જે વ્યાપક જગમાં થયા, ઈશ્વર સાચે તે । ॥ ॥

ક્ષર અક્ષરથી શ્રેષ્ઠ હું, એથી અર્જુન હે, કહે વેદ ને જગતમાં પુરુશોત્તમ મુજએ । ॥ ॥

મએ જ પુરુષોત્તમરૂપે જાણે જ્ઞાની જે, ભજે સર્વભાવી મને સર્વજ્ઞ ખરે તે । ॥ ॥

ખૂબ ગૂઢમાં ગૂઢ આ શાસ્ત્ર કહ્યું છે મેં, ધન્ય તેમ જ્ઞાની બને આને જણે તે ॥ । ૨૦ ॥

અધ્યાય ૧૬: દૈવાસુરસંપદવિભાગયોગ
દરવું કોઈથી નહીં, થવું સદા શુરવીર, ખેલ કરી, કસરત કરી, કરવું સરસ શરીર । ॥ ॥

પ્રભુના બાળક છે બધા એમ સદા સમજી, પ્રભુને જોવા સર્વમાં, ભેદ બધાય તજી । ॥ ॥

સાપ, સિંહ ને ડાકુથી ડરવું ના કદિકાળ, રક્ષક છે પ્રભુ સર્વના, ડરવું ના કદિકાળ । ॥ ॥

ચોરી તેમજ જૂઠ ને નિંદાથી ડરવું, બાકી કાયરતા તજી સંસારે ફરવું । ॥ ॥

ધર્મનીતિથી ચાલવું પ્રભુથી કરવી પ્રીત, ડરવું ઈશ્વર એકથી, થઈ જાય તો જીત । ॥ ॥

વસ્ત્ર જેમ ધોવાય છે ધોવું મન તેવું, દુર્ગુણ તેમજ દ્વેષને સ્થાન જ ના દેવું । ॥ ॥

જ્ઞાન પામવું તે બધું, ધરવું ખૂબજ ધ્યાન, ઉતારવું જીવનમહીં ઉત્તમ એવું જ્ઞાન । ॥ ॥

મન હંમેશાં મારવું, બનતું કરવું દાન, અનાથ દુઃખી દીનને અન્નવસ્ત્રનું દાન । ॥ ॥

ધનથી બીજી શક્તિથી કરવાં સૌના કામ, થવું કદી સ્વાર્થી નહીં ભજવા આતમરામ । ॥ ॥

મન વાણી ને દેહનો સંયમ પણ કરવો, પણ અભિમાન ન રાખવું, નમ્ર ભાવ ધરવો । ॥ ॥

હિંસા કરવી ના કદી, સત્ય વળી વદવું, ઝેર ક્રોધને જાણવું, વેર વળી તજવું । ॥ ॥

શાંત ચિત્તથી બોલવું, વસવું આ જગમાં, દયા દીન પર લાવવી, +મધુર થવું દૃગમાં । ॥ ॥

ખોટાં કામોમાં સદા લજ્જાને ધરવી, લોલુપતા ના રાખવી, ચંચળતા હરવી । ॥ ॥

તેજસ્વી બનવું, વળી ક્ષમા સદા કરવી, દ્રોહ ન કરવો ને સદા ધીરજની ધરવી । ॥ ॥

અહંકાર ના રાખવો, કરવું શુદ્ધ શરીર, દૈવી ગુણવાળા તણા ગુણ આ, અર્જુન વીર! ॥ ॥

દંભ દર્પ અભિમાન ને જેઓ કરતા ક્રોધ, કઠોર ને જે અજ્ઞ છે, ન કરે પ્રભુની શોધ । ॥ ॥

દુર્ગુણવાળા તે કહ્યા રાક્ષસ જેવા લોક, સુખ ના પમે તે કદી કરે સદાયે શોક । ॥ ॥

તેથી દુર્ગુણ છોડવા ને ગુણિયલ બનવું, દૈવી ગુણવાળાઅ બની જીવનને તરવું । ॥ ॥

સદ્ ગુણથી શાંતિ મળે, ટળી જાયછે દુઃખ, દુર્ગુણથી તો ના કદી શમે શાંતિની ભૂખ । ॥ ॥

સદ્ ગુણથી તું છે ભર્યો, અર્જુન, ના કર શોક, સુખી થશે સાચે હવે, ક્લેશ કરીશ ન ફોક । ॥ ૫ ॥

દૈવી તેમજ આસુરી વૃત્તિ તો બે છે, દૈવી વિસ્તારે કહી આસુરી સુણ હવે । ॥ ॥

શું કરવું, શું છોડવું, તેને ના જાણે, સત્ય શૌચ આચાર ના પાળે કદી કાળે । ॥ ॥

અસત્ય ને આધારથી રહિત જગત છે આ, પરસ્પર થયું ભોગમય, પ્રભુ તેમાં છે ના । ॥ ॥

આવા ક્ષુદ્ર વિચારથી ખોટાં કર્મ કરે, મંદબુદ્ધિના લોક આ જગનૂ નાશ કરે । ॥ ॥

તૃષ્ણા તેમજ દંભ ને માનમદે ભરિયા, મોહ થકી ઘેરાયેલા માનવ તે મરિયા । ॥ ॥

ખોટી વાતોને સદા પકડી તે રાખે, અશુદ્ધ વ્રતને આચરે, અસત્યને ભાખે । ॥ ૧૦ ॥

અપાર ચિંતા પ્રયલના કાળ લગી કરતા, ભોગ ભોગવો જગતમાં એ શિક્ષા ધરતા । ॥ ॥

અધર્મથી ધન મેળવે કરે ભોગ ને શોક, આશા તૃષ્ણાથી ભર્યા, કામી ક્રોધી લોક । ॥ ॥

દ્રવ્ય આટલું મેળવ્યું, હજીય મેળવવું, આ ઈચ્છા પૂરી થઈ, હજી કામ કરવું । ॥ ॥

(દ્રવ્ય આટલું મેળવ્યું, હજીય મેળવું, આ ઈચ્છા પૂરી થઈ, હજી કામ કરવું । ॥ ॥)
આ શત્રુને મેં હણ્યો, બીજાને હણવો, ઈશ્વર, ભોગી, સિદ્ધ હું, બલી, સુખી વરવો । ॥ ॥

મારા જેવો કોણ છે, ધની માન્ય છું હું, કરું યજ્ઞ ને દાન ને ભોગ ભોગવું હું । ॥ ॥

એવા દુષ્ટ વિચારથી મોહે ડૂબ્યા જે, ભ્રમિત ચિત્તના માનવી પડે નરકમાં તે । ॥ ॥

ભોગવિલાસે રત વળી માનમદે ભરિયા, મમતા, મોટાઈ અને મોહમહીં મરિયા । ॥ ॥

વિવિધ જાતના યજ્ઞ ને અનુષ્ઠાન કર્તા, દંભ તેમ પાખંડથી વિધિને ના કરતા । ॥ ॥

અહંકાર, બળ, દર્પ ને કામક્રોધવાળા, દ્વેષ કરે મારો સદા નિંદક તે મારા । ॥ ॥

અધમ ક્રૂર તે દુષ્ટને દુઃખી સદા રાખું, ઘોર આસુરી યોનિમાં તે સૌને નાખું । ॥ ॥

લભી આસુરી યોનિને અનેક જન્મે તે, મએ મેળવેન કદી, લભે અધમ ગતિને । ॥ ૨૦ ॥

કામ, ક્રોધ, ને લોભ છે દ્વાર નરકનાં ત્રણ, નાશ કરી દે આત્મનો, તજી દે લઈ પણ । ॥ ॥

અંધારા એ દ્વારથી મુક્ત થાય જે જન, તે જ કરે કલ્યાણ ને પામે છે ગતિ ધન્ય । ॥ ॥

શાસ્ત્રવિધિને છોડીને મનસ્વીપણે જે, કર્મ કરે, તે ના લભે સિદ્ધિ મુક્તિ સુખ કે । ॥ ॥

(શાસ્ત્રોની વિધિ છોડતાં મનસ્વીપણે જે, કર્મ કરે, તે ના લભે સિદ્ધિ મુક્તિ સુખ કે । ॥ ॥)
કર્મમહીં તો શાસ્ત્રને પ્રમાણ તું ગણજે, શાસ્ત્રાજ્ઞા માની સદા કર્મ બધાં કરજે । ॥ ૨૪ ॥

અધ્યાય ૧૭: શ્રદ્ધાત્રયવિભાગયોગ
અર્જુન કહે છે:
શાસ્ત્રોની વિધિને મુકી શ્રદ્ધાથી જ ભજે, સાત્વિક, વૃત્તિ તેમની, રાજસ તામસ કે? ॥ ॥

શ્રી ભગવાન કહે છે:
સૌની શ્રદ્ધા સહજ તે ત્રણ પ્રકારની હોય, સાત્વિક, રાજસ, તામસી; સુણ તે કેવી હોય । ॥ ॥

હૈયું જેવું હોય છે તેવી શ્રદ્ધા હોય, શ્રદ્ધામય છે માનવી, શ્રદ્ધા જેવી હોય । ॥ ॥

સાત્વિક પૂજે દેવને, રાજસ યક્ષ ભજે, તમોગુણીજન પ્રેતને પ્રાણી અન્ય ભજે । ॥ ॥

શાસ્ત્રોથી ઉલટી કરે ઘોર તપસ્યા જે, દંભી અભિમાની અને કામી ક્રોધી જે । ॥ ॥

આત્મારૂપ રહ્યા મને તે પીડા કરતા, નિશ્ચય તેનો રાક્ષસી, ફોગટ શ્રમ કરતા । ॥ ૫-૬ ॥

ત્રણ પ્રકારનો સર્વનો ખોરાક કહ્યો છે, યજ્ઞ, તપ અને દાનનો ભેદ બતાવ્યો છે । ॥ ॥

આયુ વધે, આરોગ્ય હો, બલ વધે વળી તેમ, જેથી સુખ લાગે, બને અંતર ટાઢું હેમ; ॥ ॥

રસવાળું ને મધુર તે સાત્વિક અન્ન કહ્યું, વિદ્વાનોએ તેહને ઉત્તમ અન્ન ગણ્યું । ॥ ॥

કડવું તીખું હોય જે ખાટું ને ખારું, સૂકું ઊનું ખૂબ તે અન્ન નહીં સારું । ॥ ॥

દુઃખ શોક ને રોગ તે અન્ન સદાય કરે; રાજસ તેને છે કહ્યું, તે સુખશાંતિ હરે । ॥ ॥

ખાધેલું રસહીન ને ટાઢું ખૂબ થયું, તેમજ વાસી અન્ન તે તામસ અન્ન કહ્યું । ॥ ॥

એઠું તેમ અપવિત્ર ને દુર્ગંધીવાળું, તામસ જનને તે ગમે, અન્ન નહીં સારું । ॥ ॥

ફલ ઈચ્છાને મૂકીને વિધિપૂર્વક જે થાય, કરવા ખાતર યજ્ઞ તે, સાત્વિક યજ્ઞ ગણાય । ॥ ॥

(ફલની ઈચ્છાને મૂકી વિધિપૂર્વક જે થાય, કરવા ખાતર યજ્ઞ તે, સાત્વિક યજ્ઞ ગણાય । ॥ ॥)
ફલની ઈચ્છા રાખતાં, દંભ પોષવા થાય, યશને માટે યજ્ઞ તે રાજસ યજ્ઞ ગણાય । ॥ ॥

દક્ષિણા ને મંત્ર ને શ્રદ્ધા જેમાં ના, તામસ યજ્ઞ ગણાય તે વિધિયે જેમાં ના । ॥ ॥

જ્ઞાની બ્રાહ્મણ દેવ ને ગુરુ પૂજા કરવી, પવિત્રતા ને સરલતા અંતરમાં ધરવી । ॥ ॥

બ્રહ્મચર્યને પાળવું, હિંસા ના કરવી, શરીરનું તપ તે કહ્યું, નિર્બલતા હરવી । ॥ ॥

સત્ય મધુર બોલવું, જેથી મંગલ થાય, જ્ઞાનપાઠ કરવો વળી, તે વાણીતપ થાય । ॥ ॥

(સત્ય ને મધુર બોલવું, જેથી મંગલ થાય, જ્ઞાનપાઠ કરવો વળી, તે વાણીતપ થાય । ॥ ॥)
પ્રસન્ન મનને રાખવું, ચિંતા ના કરવી, વિકાર મનના ટાળવાઅ, ચંચળતા હરવી । ॥ ॥

શાંતિ રાખવી, જાતનો સંયમ પણ કરવો, મૌન રાખવું, હૃદયમાં શુદ્ધ ભાવ ભરવો । ॥ ॥

વિચાર ઉત્તમ રાખવા, ભેદ દૂર કરવો, મનનું આ તપ છે કહ્યું, ભય સૌનો હરવો । ॥ ॥

ફલ ઈચ્છાને મૂકીને, શ્રદ્ધા રાખી થાય, સાત્વિક તપ તો આ ત્રણે ઉત્તમ એમ ગણાય । ॥ ॥

(ફલની ઈચ્છાને મૂકી, શ્રદ્ધા રાખી થાય, સાત્વિક તપ તો આ ત્રણે ઉત્તમ એમ ગણાય । ॥ ॥)
માન બડાઈ કાજ જે બતાવવા જ કરાય, પૂજાવા ખાતર વળી, તે રાજસ તપ થાય । ॥ ॥

અજ્ઞાન અને હઠ થકી સંકટ સહી કરાય, તામસ તપ તે, જે અન્યનો નાશ કરવા થાય । ॥ ॥

(અજ્ઞાન અને હઠ થકી સંકટ સહી શકાય, તામસ તપ તે, અન્યનો નાશ કરવા કરાય । ॥ ॥)
દેવા ખાતર દાન જે કોઈને દેવાય, સમય પાત્ર જોઈ સદા, તે સાત્વિક કે॑વાય । ॥ ૨૦ ॥

ફળ મેળવવા દાન જે બદલામાં દેવાય, ઉપકાર ગણી દાન જે, તે રાજસ કહેવાય । ॥ ॥

પાત્ર સમય સંજોગને જોયા વિના કરાય, અયોગ્ય ને જાહેર તે તામસ દાન ગણાય । ॥ ॥

ૐ અને તત્ સત્ કહ્યાં ઈશ્વરનાં ત્રણ નામ, એથી ૐ કહી સદા કરાય મંગલ કામ । ॥ ॥

વેદ યજ્ઞા બ્રાહ્મણ થયા તેમાંથી સઘળા, યજ્ઞ દાન થાયે લઈ નામ તે સઘળાં । ॥ ॥

તત્ શબ્દ કહીને વળી તજી દઈ તૃષ્ણા, મુમુક્ષુજનો દાન ને તપ ઉત્તમ કરતા । ॥ ૨૫ ॥

સાધુ તેમ સદ્ભાવમાં પ્રયોગ સત્ નો થાય, ઉત્તમ કર્મોમાં સદા પ્રયોગ સત્ નો થાય । ॥ ॥

યજ્ઞ દાન ને તપમહીં સ્થિતિ તે સત્ કહેવાય, તે માટેના કર્મેને સત્ એમ જ કહેવાય । ॥ ॥

શ્રદ્ધા વિના કરાય જે કર્મ યજ્ઞ તપ દાન, મંગલ તે ન કરી શકે, અસત્ય તેને માન । ॥ ૨૮ ॥

અધ્યાય ૧૮: મોક્ષસન્યાસયોગ
અર્જુન કહે છે:
તત્વ કહો સન્યાસ ને ત્યાગ તણું મુજને, કોને ત્યાગ કહો વળી, સન્યાસ કહો કોને । ॥ ॥

(તત્વ કહો સન્યાસ ને ત્યાગ તણું મુજને, કોને ત્યાગ કહો વળી, સન્યાસ કહો તે । ॥ ॥)
શ્રી ભગવાન કહે છે:
કર્મોના જે ત્યાગ છે તે સન્યાસ ગણાય, કર્મતણા ફલ ત્યાગવાં તેને ત્યાગ કહેવાય । ॥ ॥

કોઈ કે॑ છે કર્મ છે ખરાબ તો ત્યાગો, કોઈ કે॑ તપ ય઼જ્ઞ ને દાન ના જ ત્યાગો । ॥ ॥

તે સંબંધી સાંભળી મારો મત તું લે, ત્યાગ કહ્યો ત્રણ જાતનો, સુણી હવે તું લે । ॥ ॥

યજ્ઞ દાન તપ કર્મ તો કો॑દી તજવાં ના, યજ્ઞ દાન તપથી બને પવિત્ર માનવ હા! ॥ ૫ ॥

અહંકાર તૃષ્ણા તજી આ કર્મો કરવાં, મત મારો મેં છે કહ્યો, શ્રેષ્ઠ કર્મ કરવાં । ॥ ॥

નક્કી કર્મોનો નહીં ત્યાગ ઘટે કરવો, ત્યાગ કરે કો॑ મોહથી તો તામસ તે ગણવો । ॥ ॥

દુઃખરૂપ સૌ કર્મ છે, દે શરીરને ક્લેશ, એમ કરેલો ત્યાગ તે ફલ ના આપે લેશ । ॥ ॥

(દુઃખરૂપ સૌ કર્મ છે, દે શરીરને ક્લેશ, એમ ગણીને થાય તે ફલ ના આપે લેશ । ॥ ॥)
રાજસ તે તો ત્યાગ છે, જે ચિંતા ભયથી થાય, કોઈ સંકટ આવતાં, પડતાં દુઃખ કરાય । ॥ ॥

(રાજસ તે તો ત્યાગ છે, ચિંતા ભયથી થાય, કોઈ સંકટ આવતાં, પડતાં દુઃખ કરાય । ॥ ॥)
તૃષ્ણા મદ ત્યાગી કરે શ્રેષ્ઠ કર્મને જે, તે પ્રકારના ત્યાગને સાત્વિક કે છે । ॥ ॥

સાત્વિક ત્યાગી પ્રજ્ઞ ને સંશયરહિત સદાય, ખરાબને નીંદે નહીં, સારામાં ન ફસાય । ॥ ૧૦ ॥

બધાં કર્મ છોડી શકે ના માનવ કો॑દી, ત્યાગી તે છે જેમણે ફલ દીધું છોડી । ॥ ॥

ફલાશા કરે તેમને ત્રિવિધ મળે ફલ તો, તે ફલ ત્યાગીને નથી, ત્યાગ કરે જો કો॑ । ॥ ॥

સર્વ કર્મની સિદ્ધિને માટે પાંચ કહ્યાં, કારણ, તે સુણજે હવે, કારણ પાંચ કહ્યાં । ॥ ॥

અધિષ્ઠાન, કર્તા અને સાધન ભિન્ન કહ્યાં, ક્રિયા જુદી ને પાંચમુ દૈવ, પ્રબલ સઘળાં । ॥ ॥

કાયા વાણી મનથકી જે પણ કર્મ કરાય, તેનાં આ કારણ કહ્યાં, સારુ< માઠું કરાય । ॥ ૧૫ ॥

આથી આત્માને જ જે કર્તા માને છે, તે યથાર્થ જ્ઞાની નથી, કર્તા માને જે । ॥ ॥

અહંભાવ જેને નથી, બુદ્ધિ ના ભરમાય, આખા જગને તે હણે તો યે ના બંધાય । ॥ ॥

જ્ઞાન જ્ઞેય જ્ઞાતા થકી કર્મ-પ્રેરણા થાય, કારણ કર્મ કર્તા થકી કર્મ-સમુચ્ચય થાય । ॥ ॥

જ્ઞાન કર્મ કર્તા વળી ત્રણ પ્રકારના છે, ગુણ પરમાણે તે કહું, પ્રેમે સાંભળજે । ॥ ॥

જુદા જુદા જીવમાં પ્રભુ તો એક જ છે । એકતા જુએ જે સદા, સાત્વિક જ્ઞાન જ તે । ॥ ૨૦ ॥

ભેદભાવને જે જુએ સઘળે સંસારે, જીવ ગણે જુદા બધા, રાજસ જ્ઞાન જ તે । ॥ ॥

(ભેદભાવને જે જુએ સંસારમહીં ને, જીવ ગણે જુદા બધા, રાજસ જ્ઞાન જ તે । ॥ ॥)
એકમાં જ ડુબે છે જે, એકને જ વળી ગણે, અંધ ભ્રાંતની જેમ, જ્ઞાન તામસ તે ભણે । ॥ ॥

રાગદ્વેષ અહંતાને છોડી ચોક્કસ થાય જે, ફલેચ્છાના વિના કર્મ, કર્મ સાત્વિક માન તે । ॥ ॥

અહંકાર અને કોઈ ઈચ્છા સાથ કરાય જે, યત્ન ખૂબ કરી કર્મ, કર્મ રાજસ માન તે । ॥ ॥

સંજોગ, નાશ ને હિંસા, બલને ન વિચારતાં, મોહથી થાય જે કર્મ, કર્મ તામસ તે થતાં । ॥ ॥

નમ્ર, નિર્દોષ, આનંદી ધૈર્ય ઉત્સાહથી ભર્યો, લાભહાનિમહીં શાંત કર્તા સાત્વિક તે કહ્યો । ॥ ॥

રાગી હિંસક ને મેલો, હર્ષશોકથકી ભર્યો, ડૂબેલો વિષયોમાં તે કર્તા રાજસ છે કહ્યો । ॥ ॥

પ્રમાદી, શોકવાળો ને કપટી જડતાભર્યો, અજ્ઞાની, સ્થિર ના જે તે કર્તા તામ્સ ચે કહ્યૂ । ॥ ॥

બુદ્ધિ ને ધૈર્યના પાડ્યા પ્રકારો ત્રણ છે, કહું તે તુજને પાર્થ પ્રેમથી સુણજે હવે । ॥ ॥

શું કરવું શું છોડવું એને જાણે જે, બંધ મોક્ષ જાણે વળી બુદ્ધિ સાત્વિક તે । ॥ ૩૦ ॥

શું કરવું શું છોડવું તેમજ ધર્મ અધર્મ, રાજસ બુદ્ધિ તેહનો જાણે જાણે પૂર્ણ ન મર્મ । ॥ ॥

માને ધર્મ અધર્મને અજ્ઞાનથકી જે, ઉલટું સમજે સર્વને, બુદ્ધિ તામસ તે । ॥ ॥

મન ને ઈન્દ્રિય પ્રાણ સૌ જેનાથી વશ થાય, અડગ ધૈર્ય તે તે ખરે સાત્વિક ધૈર્ય ગણાય । ॥ ॥

ઈચ્છા કોઈ રાખતાં જેથી ધર્મ કરાય, ઈચ્છા શમતાં જે શમે, રાજસ ધૈર્ય ગણાય । ॥ ॥

સ્વપ્ન ભીતિ ને શોક ને મદ ને લાખ ઉપાય, મૂઢ મૂકે જેથી ન તે તામસ ધૈર્ય મનાય । ॥ ૩૫ ॥

ત્રણ પ્રકારનું જે સુખ કહ્યું તે સાંભળ તું, દુઃખ દૂર કરવા તને પ્રેમે આજ કહું । ॥ ॥

પહેલાં ઝેરસમું અને અંતે મીઠું જે, પ્રસન્ન મન અંતર કરે, સાત્વિક સુખ છે તે । ॥ ॥

ઈન્દ્રિયોના સ્વાદથી પહેલાં મીઠું જે, અંતે ઝેર સમાન છે, રાજસ સુખ છે તે । ॥ ॥

પહેલાં ને અંતેય જે મનને મોહ કરે, પ્રમાદ આળસ ઊંઘ તે તામસ સુખ સૌ છે । ॥ ॥

પૃથ્વી તેમ જ સ્વર્ગમાં કોઈ એવું ના, જે આ ગુણથી મુક્ત હો, કોઈ એવું ના । ॥ ૪૦ ॥

બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યનાં કર્મ શૂદ્રનાં તેમ, સ્વભાવગુણથી છે કર્યા સમજી લેજે એમ । ॥ ॥

સંયમ મન ઈન્દ્રિયનો, તપ તેમજ કરવું, ક્ષમા રાખવી, પ્રભુમહીં શ્રદ્ધાથી તરવું । ॥ ॥

નમ્ર પવિત્ર બની સદા શ્રેષ્ઠ પામવું જ્ઞાન, બ્રાહ્મણના તે કર્મ છે મેળવવું વિજ્ઞાન । ॥ ॥

શૂરવીર ને ચપળ ને તેજસ્વી બનવું, ધીરજ ધરવી યુદ્ધથી પાછા ના ફરવું । ॥ ॥

દાની બનવું, શ્રેષ્ઠતા ભાવ સદા સદા રાખવો, એ ક્ષત્રિયના કર્મ છે, દયાભાવ ધરવો । ॥ ॥

વૈશ્યકર્મ ખેતી અને ગૌ સેવા વેપાર, સેવનાં કર્મો બધાં કર્મ શૂદ્રના ધાર । ॥ ॥

પોતાનાં કર્મો કરી સિદ્ધિ મેળવવી, પ્રભુ-અર્થે કર્મો કરી સિદ્ધિ મેળવવી । ॥ ૪૫ ॥

જેણે જગને છે રચ્યું, જેથી જગ ચાલે, પૂજી તેને કર્મથી સિદ્ધિમાં મ્હાલે । ॥ ॥

ખરાબ પોતાનો ભલે ધર્મ હોય તોયે, બીજાના શુભ ધર્મથી તે ઉત્તમ હોયે । ॥ ॥

સદોષ હોય તોય ના સહજ કર્મ તજવું, કર્મ બધાયે દોષથી વ્યાપ્ત થયાં, ગણવું । ॥ ॥

આસક્તિ તૃષ્ણા તજી સંયમ તેમ કરી, સિદ્ધિ ઉત્તમ મેળવે ત્યાગથકી સઘળી । ॥ ॥

સિદ્ધિ તેમજ બ્રહ્મને જે રીતે પામે, કહું તે વળી જ્ઞાનની નિષ્ઠા જે પામે । ॥ ૫૦ ॥

શુદ્ધ બુદ્ધિને મેળવી, સંયમ સાધીને, વિષય તજીને, રાગ ને દ્વેષ હણીને જે; ॥ ॥

વસે વિજનમાં જીતતાં કાય મન વાણી, મિતાહાર કરતાં થઈ વૈરાગી ધ્યાની । ॥ ॥

સંગ્રહ બળ ને દર્પ ને કામ ક્રોધ અભિમાન, તજી શાંત બનનારને પ્રભુની થાયે જાણ । ॥ ॥

બ્રહ્મભૂત તે ના કદી હર્ષશોક કરતો, સમદૃષ્ટિ બનતાં સદા મુજ ભક્તિ લભતો । ॥ ॥

રહસ્ય મારું ભક્તિના બળથી પૂર્ણ જણાય, રહસ્ય જાણી છેવટે મુજથી એક બનાય । ॥ ૫૫ ॥

મારે શરણે આવતાં કોઈ કર્મ કરે, મુજ કૃપાથકી તેમને ઉત્તમ ધામ મળે । ॥ ॥

મનથી કર્મો તું મને અર્પી સઘણાં દે, મારામાં મન રાખ ને જ્ઞાન મેળવી લે । ॥ ॥

મારી કૃપાથકી બધાં સંકટ તું તરશે, ના સુણશે અભિમાનથી તો તો નષ્ટ થશે । ॥ ॥

અહંકારથી ના કહે ભલે યુદ્ધ કરવા, સ્વભાવ તારો પ્રેરશે પણ તુજને લડવા । ॥ ॥

સહજ કર્મ વળગ્યું તને તેથી જે તજવું મોહથકી લાગે તને, તે પડશે કરવું ॥ ૬૦ ॥

ઈશ્વર સૌના હૃદયમાં અર્જુન! વાસ કરે, તેના બળથી કર્મ સૌ આ સંસાર કરે । ॥ ॥

પૂર્ણ પ્રેમથી શરણ તું તેનું જ લઈ લે, દેશે ઉત્તમ સ્થાન ને પરમ શાંતિ તો તે । ॥ ॥

જ્ઞાન ગુહ્યમાં ગુહ્ય આ તને કહ્યું છે મેં, વિચારી લઈ તે હવે કર કરવું હોય તે । ॥ ॥

ખૂબ ગુપ્ત આ જ્ઞાનને ફરી સાંભળી લે, હિતની વાત કહું હવે, પ્રિય તું ખૂબ મને । ॥ ॥

મનથી ભજ મુજને અને તનથી કર સેવા, કર્મ મને અર્પણ કરી માણી લે મેવા । ॥ ॥

જગમાં જોઈને મને વંદન કર હરરોજ, મને પામશે સત્ય તું કરતાં મારી ખોજ । ॥ ॥

મન વાણીથી ભક્ત થા મારો કેવલ તું, શાંતિ તેમ સુખ પામશે, સત્ય કહું છું હું । ॥ ॥

ચિંતા સઘળી છોડ ને મારું શરણું લે, પાપ બધા ટાળીશ હું, શોક તજી તું દે । ॥ ॥

ભક્ત ન મારો હોય જે તપસ્વી ના હોય, નીંદે મુજને, ના ચહે સાંભળવાને કોય; ॥ ॥

તેને મેં આપેલ આ કહીશ ના તું જ્ઞાન, કહીશ મારા ભક્તને તો કરશે તે કલ્યાણ । ॥ ॥

ગુહ્ય જ્ઞાન આ ભક્તને જે કોઈ કે॑શે, ભક્તિ મારી તે કરી લભી નમે લેશે । ॥ ॥

તેનાથી મુજને નહીં પ્રિય કોઈ હશે, પ્રિય તેનાથી કો નથી આ સંસાર વિશે । ॥ ॥

ધર્મતણો સંવાદ આ વાંચે પ્રેમે જે, જ્ઞાનયજ્ઞથી પૂજશે મુજને સાચે તે । ॥ ૭૦ ॥

પવિત્રતા શ્રદ્ધાથકી જે આને સુણશે, સુખી લોકમાં તે જશે, મુક્ત વળી બનશે । ॥ ॥

ધ્યાન દઈ તેં સાંભળ્યું આ અર્જુન સગળું? અંધારૂં અજ્ઞાનનું થયું દૂર સઘળું?
અર્જુન કહે છે:
તમ કૃપાથી મટ્યો મોહ ને મળ્યું જ્ઞાન, આજ્ઞા આપો તે કરું, સંશય ટળ્યો મહાન । ॥ ॥

(તમારી કૃપાથી મટ્યો મોહ ને મળ્યું જ્ઞાન, આજ્ઞા આપો તે કરું, સંશય ટળ્યો મહાન । ॥ ॥)
સંજય કહે છે:
કૃષ્ણ અને અર્જુનનો સંવાદ સુણ્યો મેં, રોમાંચિત કરનાર ને અદ્ભૂત એવો તે । ॥ ॥

યોગેશ્વર કૃષ્ણે કહ્યો આ સંવાદ ખરે, વ્યાસ કૃપાથી સાંભળ્યો આ સંવાદ ખરે । ॥ ૭૫ ॥

યાદ કરી સંવાદ એ અદ્ભૂત અચરજ થાય, યાદ કરી સંવાદ એ આનંદ ખૂબ જ થાય । ॥ ॥

અર્જુન તેમજ કૃષ્ણ બે ભેગા જ્યાં થાયે, ત્યાં ધન જય નક્કી રહે, વૈભવ ના માયે । ॥ ॥

યોગેશ્વર જ્યાં કૃષ્ણ છે, પાર્થ ધનુર્ધર જ્યાં, સિદ્ધિ, મુક્તિ, શાંતિ ને નીતિ રહે છે ત્યાં । ॥ ૭૮ ॥

– સરલ ગીતા સમાપ્ત –
ઉપસંહાર
સાબરમતીમહીં રહી મંગલ ગુર્જર દેશ, પૂર્ણ કર્યો આ પ્ર્મથી ગીતાનો ઉપદેશ ।
અધિક માસ વૈશાખ ને વદ એકાદશ રોજ, શનિવારે પૂરી કરી ગીતાજીની મૂજ ।
ઓગણીસો ત્રેપન સને બે હજાર નવમાં, પૂર્ન થઈ ગીતા ખરે જ્ઞાનનાવ ભવમાં ।
(- શ્રી યોગેશ્વરજી)
સમાપ્ત

– Chant Stotra in Other Languages –

Sarala Gita in SanskritEnglishBengali – Gujarati – KannadaMalayalamOdiaTeluguTamil