Shiv Bavani In Gujarati – Gujarati Shlokas

॥ Shiva Bavani Gujarati Lyrics ॥

॥ શિવ બાવની ॥
શિવ મહિમાનો ના’વે પાર, અબુધ જનની થાયે હાર, ।
સૂર બ્રહ્મા પણ કાયમ ગાય, છતાંય વાણી અટકી જાય ॥ 1 ॥

જેનામાં જેવું છે જ્ઞાન, તે જ રીતે તે ગાયે ગાન ।
હું પણ અલ્પ મતિ અનુસાર, ગુણલા તારા ગાવું અપાર ॥ 2 ॥

કોઈ ના પામે તારો ભેદ, વર્ણન કરતા થાકે વેદ ।
બૃહસ્પતિ પણ ભાવે ગાય, છતાં ન કોઈ વિસ્મિત થાય ॥ 3 ॥

મંદ મતિ હું તારો બાળ, પીરસવા ચાહું રસથાળ ।
બ્રહ્મા વિષ્ણુ, શિવ સ્વરૂપ, એ પણ ત્રિગુણા રૂપ ॥ 4 ॥

જગનું સર્જન ને સંહાર, કરતા તુજને થાય ન વાર ।
પાપીજન કોઈ શંકા કરે, લક્ષ ચોર્યાસી કાયમ ફરે ॥ 5 ॥

તારી શક્તિ કેરું માપ, જે કાઢે તે ખાય થાપ ।
વળી અજન્મા કહાવો આપ, સૃષ્ટિ ક્યાંથી રચી અમાપ ॥ 6 ॥

વારે વારે સંશય થાય, અક્કલ સૌની અટકી જાય ।
તારી કાયા અદભુત થાય, કોણ કરે તારો સંગાથ ॥ 7 ॥

See Also  Sri Rudra Kavacham In Marathi

ભસ્મ શરીરે પારાવાર, અદભુત છે તારો શણગાર ।
ફનીધર ફરતા ચારે કોર, વનચર કરતા શોરબકોર ॥ 8 ॥

નંદી ઉપર થાયે સવાર, ભૂતપ્રેતનું જબરો ચમત્કાર ।
શિર પર વહેતી ગંગાધાર, ત્રીજું લોચન શોભે ભાલ ॥ 9 ॥

સરિતા સાગરમાહી સમાય, જગત તારામાં લીન થાય ।
અસ્થિર જગ આ તો કહેવાય, તેમાં રહેતા સ્થિર સદાય ॥ 10 ॥

વાત વધી સમજણની બહાર, હૈયા કેરી થાયે હાર ।
ગગન માંહે બ્રહ્મા જાય, વિષ્ણુ પાતાળે સંતાય ॥ 11 ॥

છતાં ન નીકળે શક્તિ માપ, એવી તારી અદભુત છાપ ॥
ત્રિભુવનને પળમાં જીતનાર, તે પણ આવે તારે દ્વાર – 12 ॥

રાવણ સ્તુતિ ખૂબ કરે, મસ્તક છેદી ચરણ ધરે ।
આપ કૃપાથી મળિયું બળ, કૈલાસે અજમાંવી કળ ॥ 13 ॥

અંગુઠો દાબ્યો તત્કાળ, રાવણે પાડ્યો ચિત્કાર ।
શરણે આવ્યો બાણાસુર, બળ કીધું તેને ભરપૂર ॥ 14 ॥

સાગર મથતા સુરાસુર, વિષ નીરખી ભાગ્યા દૂર ।
આપે કીધું તે વિષપાન, નીલકંઠનું પામ્યા માન ॥ 15 ॥

ઊભું કરે તમ સામે તૂત, પળમાં થયો ભસ્મીભૂત ।
વિશ્વ સકળનો તું છે સ્તુત્ય, ધરા ધ્રુજાવે તાંડવ નૃત્ય ॥ 16 ॥

See Also  Sri Hanumada Ashtottara Shatanama Stotram 5 In Gujarati

પૃથ્વી તારો રથ કહેવાય, સૂર્ય શશી ચક્રે સહાય ।
હરિ તમારું પૂજન કરે, સહસ્ત્ર કમળને શીશ પર ધરે ॥ 17 ॥

ચઢાવતા ખૂટયું છે એક, નયનકમળથી રાખી ટેક ।
દીધું સુદર્શન ભાવ ધરી, સ્નેહથી સ્વીકારે શ્રીહરિ ॥ 18 ॥

યજ્ઞ કરી જે અર્પે ભાવ, તેના સાક્ષી આપ જ થાવ ।
ફુલમદન આવ્યો વનમાંહ્ય, કામબાણ મારે છે ત્યાંય ॥ 19 ॥

બાળ્યો પળમાં કરવા નાશ, શરણાગતિ થઈ આવ્યો પાસ ।
સ્મશાન માંહે કીધો વાસ, ભૂતપ્રેત નાચે ચોપાસ ॥ 20 ॥

અગ્નિ સૂર્ય ને પવન શશી, આપ રહ્યા છો વ્યાપક વસી ।
ગગનધારા વારિ તમ રૂપ, કહાવો વિશ્વ સકળના ભૂપ ॥ 21 ॥

ૐકાર નિર્ગુણ છો આપ, સુર મુનિવર જપતા જાપ ।
ચાર ખૂણા ને ચારે દિશ, વ્યાપક આપ વસો છો ઈશ ॥ 22 ॥

માર્કેન્ડેયને નાખ્યો પાસ, યમ તણો છોડાવ્યો પાસ ।
ભોળા માટે ભોળા થાય, સંકટ સમયે કરતા સહાય ॥ 23 ॥

શરણાગતના સુધરે હાલ, સંપત્તિ આપી કરતા ન્યાલ ।
ધરતી સારી કાગજ થાય, સમુદ્ર શાહી થઈ રેલાય ॥ 24 ॥

See Also  Doorvesha Stotram In Kannada – Kannada Shlokas

લેખન થાય બધી વનરાય, તો પણ શારદ અટકી જાય ॥
પાર કહો શી રીતે પમાય, રામભક્ત થઈ ગુણલા ગાય ॥ 25 ॥

પાઠ કરે તે પુનિત થાય, જન્મમરણનું ચક્ર જાય ॥

દોહરો:

પાઠ કરે જે પ્રેમથી, સદાય પ્રાતઃકાળ
રામભક્ત તેનો જગે, થાય ન વાંકો વાળ